મુંબઈમાં દહીં હાંડીની ધૂમ, છોકરીઓએ તો છોકરાઓને પણ પાછળ છોડી દીધા, જુઓ Video
સમગ્ર દેશ કરતા મુંબઈમાં આ તહેવારની એકદમ અલગ રીતે ઉજવણી થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુંબઈ અને અન્ય શહેરોમાં દહી હાંડી પણ ઉજવાય છે. આ અવસરે લોકો ગોવિંદા આલા રે આલા....ઉચ્ચારે છે અને ગોવિંદાઓ એકદમ ઊંચે લટકાવેલી દહીં માખણ ભરેલી મટકી ફોડે છે.
Trending Photos
દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ છે. ભારત સહિત વિદેશોમાં પણ ભક્તો શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે. ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે મુંબઈમાં બે વર્ષ બાદ દહીં હાંડીની ઉજવણી થઈ રહી છે.
બે વર્ષ બાદ દહી હાંડીની ઉજવણી
સમગ્ર દેશ કરતા મુંબઈમાં આ તહેવારની એકદમ અલગ રીતે ઉજવણી થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુંબઈ અને અન્ય શહેરોમાં દહી હાંડી પણ ઉજવાય છે. આ અવસરે લોકો ગોવિંદા આલા રે આલા....ઉચ્ચારે છે અને ગોવિંદાઓ એકદમ ઊંચે લટકાવેલી દહીં માખણ ભરેલી મટકી ફોડે છે. આ સાહસિક અને જોખમભર્યા ખેલ માટે અનેક દિવસ પહેલાથી અભ્યાસ શરૂ થઈ જતો હોય છે. મહારાષ્ટ્રમાં દહી હાંડીના તહેવારને હવે સાહસિક ખેલનો દરજ્જો પણ મળેલો છે. દહીં હાંડીના તહેવારમાં દહીંથી ભરેલી એક માટલીને હવામાં રસ્સીના સહારે ઊંચે લટકાવવામાં આવે છે. જેને માનવ પિરામીડ બનાવીને તોડવામાં આવે છે.
#WATCH | Maharashtra: Girls participate in the Dahi Handi competition in Mumbai on the occasion of Janmashtami
Visuals from Dadar Nakshatra Lane, Mumbai pic.twitter.com/0PwbhPd1y2
— ANI (@ANI) August 19, 2022
છોકરીઓમાં પણ ભરપૂર જોશ
મુંબઈના દાદર વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નક્ષત્ર લેનમાં છોકરીઓ દહી હાંડીની સ્પર્ધામાં ભાગ લે છે અને પિરામીડ બનાવીને માટલી સુધી પહોંચે છે.
Mumbai | 12 Govinda Pathaks injured while forming the pyramid during #dahihandi2022. Out of them, 5 received treatment and were discharged while 7 are hospitalized and their condition is stable: BMC #Maharashtra
— ANI (@ANI) August 19, 2022
12 ગોવિંદા ઘાયલ
જો કે આ દહીં હાંડી દરમિયાન અલગ અલગ ઠેકાણે માટલી ફોડવા ભેગા થયેલા ગોવિંદાઓમાંથી 12 જેટલા ગોવિંદા ઘાયલ થયાના પણ સમાચાર છે. જેઓ તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જેમાંથી 5 ગોવિંદાને સારવાર બાદ ઘરે મોકલી દેવાયા છે. જ્યારે 7 હજુ હોસ્પિટલમાં છે. તેમની હાલત સ્થિર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે