રાજ્યપાલે ભંગ કરી જમ્મૂ કાશ્મીર વિધાનસભા, સરકાર બનાવવાની સંભાવના પૂરી
મહબૂબા મુફ્તીએ ત્રણેય પાર્ટીના એક સાથે આવવાના બચાવમાં તર્ક આપ્યો કે રાજ્યના સ્પેશિયલ દરજ્જાને બચાવી રાખવા માટે અમે સાથે આવ્યા છીએ.
Trending Photos
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં પીડીપીના સરકાર બનાવવાના ઈરાદા પર પાણી ફરી ગયું છે. રાજ્યપાલે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ભંગ કરી દીધી છે, ત્યારબાદ સરકાર બનાવવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. આ પહેલા પીડીપીના મુખ્યા મહબૂબા મુફ્તીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સમર્થન પત્રની સાથે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. બીજીતરફ પીડીપીમાં ભંગાણ પડવાના એંધાણ છે. પીડીપીના ધારાસભ્ય ઇમરાન અંસારીએ દાવો કર્યો કે, તેમની સાથે 18 ધારાસભ્યો છે.
Jammu and Kashmir Governor Satya Pal Malik has passed an order dissolving the state Legislative Assembly. pic.twitter.com/TirFfZfTCs
— ANI (@ANI) November 21, 2018
મહેબૂબા મુફ્તીએ પત્ર શેર કરતા ટ્વીટ કહ્યું હતું કે, તેને રાજભવન મોકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જલ્દી રાજ્યપાલ સાથે મુલાકાત થશે. રાજ્યપાલને મોકલેલા પત્રમાં મુફ્તીએ લખ્યું, જેમ તમને ખ્યાલ છે કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી રાજ્યની વિધાનસભામાં 29 સભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી છે. તમને મીડિયા રિપોર્ટોથી ખ્યાલ આવી ગયો હશે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે રાજ્યમાં સરકાર બનાવવા માટે અમારી પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
મહેબૂબાએ આગળ લખ્યું, નેશનલ કોન્ફરન્સની પાસે 15 અને કોંગ્રેસની પાસે 12 ધારાસભ્યો છે તેવામાં કુલ સંખ્યા 56 થાય છે. કેમ કે હું શ્રીનગરમાં છું, તત્કાલ તમારી સાથે મુલાકાત કરવી સંભવ નથી અને તેથી તમને સૂચના આપવા માટે અમે તમારી સુવિધાનુસાર જલ્દી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે મળવા ઈચ્છીએ છીએ.
19 જૂનથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં વિધાનસભા સસ્પેન્ડ ચાલી રહી છે અને 19 જૂનથી અહીં રાજ્યપાલ શાસન લાગુ છે. બુધાવરે ઘણી બેઠકો થી. એક સૂત્રએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, તેનો ઈરાદો રાજ્યમાં નવી સરકારની રચના કરવાનો માર્ગ મોકળો કરવાનો છે. ત્યારબાદ એક ચૂંટાયેલી સરકાર આવી શકે અને રાજ્યપાલ શાસનને કારણે ઉભી થયેલી રાજકીય અસ્થિરતાને પૂરી કરી શકાય .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે