જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મોટી દુર્ઘટના, ખાઈમાં ખાબકી બસ, 1નું મોત 56ને ઈજા

આ દુર્ઘટનામાં 56 લોકોને ઈજા થઈ છે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું નિધન થયું છે. જ્યારે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત ચાર લોકોને જીએમસી હોસ્પિટલ જમ્મુ ખસેડવામાં આવ્યા છે. 
 

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મોટી દુર્ઘટના, ખાઈમાં ખાબકી બસ, 1નું મોત 56ને ઈજા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક મોટી દુર્ઘટના થઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 56 લોકોને ઈજા થઈ છે. એડીસી નૌશેરા સુખદેવ સિંહે એક નિવેદન જાહેર કરી જણાવ્યુ કે બસ રાજૌસી-નૌશેરા રૂટ પર જઈ રહી હતી. 

તેમણે કહ્યું કે દુર્ઘટનામાં અમને 56 ઈજાગ્રસ્ત વ્યક્તિ મળ્યા છે, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત ચાર દર્દીઓને જીએમસી હોસ્પિટલ, જમ્મુ રેફર કરવામાં આવ્યા છે. 

The bus was on the Rajouri-Nowshera route. We've received 56 injured patients out of which one person died during treatment. Four critically injured patients are referred to GMC hospital, Jammu: Sukhdev Singh, ADC Nowshera pic.twitter.com/qAgUoR0n8i

— ANI (@ANI) March 28, 2022

હાલમાં જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે એક ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયો હતો. સાંબા જિલ્લાના એસએચઓ પ્રમાણે માનસર ક્ષેત્રની પાસે થયેલી દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા જ્યારે એકને ઈજા થઈ હતી. 

સાંબા જિલ્લાથી એક કાર માનસર રૂટથી થતા શ્રીનગર જઈ રહી હતી. આ દરમિયાન જમોડ વિસ્તારમાં એક વળાંક પર કાર ચાલકે વાહન પર નિયંત્રણ ગુમાવી દીધુ અને કાર ખાઈમાં પડી હતી. ગાડીમાં છ લોકો સવાર હતા. આ ઘટનાની સૂચના મળતા પોલીસની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news