કરનાલ: બોરવેલમાં પડેલી 5 વર્ષની બાળકીને NDRFએ મહામહેનતે બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાઈ

હરિયાણાના કરનાલ(Karnal) જિલ્લામાં ઘરૌંડા ગામ હરિસિંહ પૂરામાં એક 5 વર્ષની બાળકી સોમવારે બોરવેલમાં પડી જેને એનડીઆરએફની ટીમે બહાર કાઢી છે. જો કે બાળકીની હાલત અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

કરનાલ: બોરવેલમાં પડેલી 5 વર્ષની બાળકીને NDRFએ મહામહેનતે બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાઈ

કમલજીત સિંહ વિર્ક, કરનાલ: હરિયાણાના કરનાલ(Karnal) જિલ્લામાં ઘરૌંડા ગામ હરિસિંહ પૂરામાં એક 5 વર્ષની બાળકી સોમવારે બોરવેલમાં પડી જેને એનડીઆરએફની ટીમે બહાર કાઢી છે. જો કે બાળકીની હાલત અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. એનડીઆરએફની ટીમે બાળકીને બહાર કાઢી તો બાળકીમાં હલનચલન જોવા મળી નહતી. બાળકીને કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ 5 વર્ષની બાળકી શિવાની રવિવારે રાતે 9 વાગ્યાની આસપાસ 50-60 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. 

સૂચના મળતા જ પોલીસ પ્રશાસનની સાથે એનડીઆરએફની ટીમ પણ બાળકીને બચાવવામાં લાગી હતી. બાળકી સુધી ઓક્સિજન પણ પહોંચાડવામાં આવ્યો હતો જેથી કરીને તે શ્વાસ લઈ શકે. શરૂઆતમાં તો શિવાનીને બચાવવાની એનડીઆરએફની પહેલી કોશિશ ફેલ ગઈ હતી. પાઈપ દ્વારા નીચે તારનો ફંદો નાખીને શિવાનીને બહાર કાઢવાની કોશિશ કરાઈ હતી પરંતુ સફળતા ન મળી. સીસીટીવીમાં શિવાનીના પગ જોવા મળી રહ્યાં હતાં અને  ત્યારબાદ એનડીઆરએફની ટીમે બીજા વિકલ્પો પર વિચાર કર્યો. 

જુઓ LIVE TV

ટીમની એવી કોશિશ હતી કે પગમાં ફંદો નાખીને બાળકીને બહાર કાઢવામાં આવે. બાળકીનું માથું નીચેની બાજુ હતું આથી તેને કાઢવામાં પરેશાની આવી હતી. અત્રે જણાવવાનું કે ગત સપ્તાહે જ તામિલનાડુના ચિરુચિરાપલ્લી જિલ્લામાં પણ એક આવી જ ઘટના ઘટી હતી. અહીં 2 વર્ષનો માસૂમ બાળક 3 દિવસ સુધી બોરવેલમાં ફસાયેલો રહ્યો. ત્રીજા દિવસે ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ આ 2 વર્ષના બાળક સુજિત વિલ્સનને બોરવેલની બહાર જિવિત કાઢવામાં નિષ્ફળતા મળી. એનડીઆરએફની ટીમે બાળકને બહાર કાઢ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news