Karnataka:સદનની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસી નેતા જોઇ રહ્યા હતા Porn Clip! BJP એ માંગ્યું રાજીનામું
Karnataka વિધાન પરિષદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતા પ્રકાશ રાઠૌડ પોતાના મોબાઇલમાં કોઇ વીડિયો જોતા જોવા મળે છે જેને સ્થાનિક કન્નડ ભાષાની ન્યૂઝ ચેનલોએ બ્લર કરીને ટેલીકાસ્ટ કર્યો હતો.
Trending Photos
બેંગલુરૂ: કર્ણાટક (Karnataka) ના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. સમાચાર રાજકીય છે પરંતુ કથિત રીતે અપરાધિક કૃત્ય સાથે જોડાયેલા સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. તેના લીધે એક વાયરલ વીડિયો ક્લિપ જે કોંગ્રેસ નેતા અને એમએલસી પ્રકાશ રાઠૌડ (MLC Prakash Rathod) ની છે. ત્યારબાદ ભાજપએ કોંગ્રેસ નેતા પ્રકાશ રાઠૌડ પર આરોપ લગાવ્યો છે કે વિધાન પરિષદમાં તે પોતાના મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો જોઇ રહ્યા હતા. ભાજપે એ પણ કહ્યું છે કે આ પગલું સદનની ગરિમા વિરૂદ્ધ છે એટલા માટે તેમને રાજીનામું આપવું જોઇએ.
આ પ્રકારે સામે આવ્યો મામલો
Karnataka વિધાન પરિષદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતા પ્રકાશ રાઠૌડ (Prakash Rathore) પોતાના મોબાઇલમાં કોઇ વીડિયો જોતા જોવા મળે છે જેને સ્થાનિક કન્નડ ભાષાની ન્યૂઝ ચેનલોએ બ્લર કરીને ટેલીકાસ્ટ કર્યો હતો. ત્યારબાદથી સત્તાધારી ભાજપ પ્રકાશ રાઠૌડ (Prakash Rathore) પર સતત હુમલા કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ (Congress) નેતાને સસ્પેંડ કરવાની માંગ કરી છે. ભાજપ (BJP) નેતા એસ પ્રકાશે કહ્યું કે કોંગ્રેસ એમએલસી પ્રકાશ રાઠૌરને આ મુદ્દાને સ્પીકર સમક્ષ પણ ઉઠાવવામાં આવશે.
કોંગ્રેસ નેતાની સ્પષ્ટતા
બીજેપી (BJP) ના આરોપોને નકારી કાઢતાં પ્રકાશ રાઠૌડે સંવાદદાતાઓને કહ્યું કે તે પ્રશ્નકાળ દરમિયાન સરકારને પૂછવા માટે પોતાના મોબાઇલમાં સવાલ સંબંધિત સામગ્રી જોઇ રહ્યા હતા. પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે પ્રકાશ રાઠૌડએ પણ કહ્યું કે તેમના ફોનની મેમરી ફૂલ હતી. એટલા માટે તે ફોનમાં આવેલી કેટલીક ફાઇલો ડિલીટ કરી રહ્યા હતા. આ સામાન્ય ઘટનાક્રમને ઇશ્યૂ બનાવી લેવામાં આવ્યો. તો બીજી તરફ કોંગ્રેસ નેતાએ લોકોને સચ્ચાઇ બતાવવાની અપીલ કરી છે.
I was not watching any objectionable video, I was trying to get messages regarding question I asked in Karnataka Legislative Council to a Minister. Storage in my phone was full,so I was deleting some messages:Congress' Prakash Rathod on reports that he was allegedly watching porn pic.twitter.com/OtWb3hLZmv
— ANI (@ANI) January 29, 2021
નેતાઓની સુચિતા પર ઉદભવ્યા સવાલ
આ પ્રકારના એક ઘટનાક્રમ કર્ણાટકમાં વર્ષ 2012માં સામે આવ્યો હતો. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપના ત્રણ મંત્રી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોન પર અશ્લીલ ક્લિપ જોતાં કેમેરામાં કેદ થયા હતા. ભાજપને શરમમાં મુકાવવું પડ્યું હતું. જોકે ઘટનાક્રમ બાદ ત્રણેય મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. ત્યારે તત્કાલિન સહકારિતા મંત્રી લક્ષ્મણ સાવદી, મહિલા-બાળ વિકાસ મંત્રી સીસી પાટીલ અને બંગરગાહ તથા વિજ્ઞાન તથા ટેક્નોલોજી મંત્રી કૃષ્ણા પાલેમર સાથે જોડાયેલો મુદ્દો ચર્ચામાં હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે