બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ: વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરતી વખતે ભાવુક થયા ચિરાગ પાસવાન
Trending Photos
પટણા: પિતા રામવિલાસ પાસવાનની ગેરહાજરીમાં પહેલીવાર લોજપા (LJP)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને (Chirag Paswan) પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું. આ દરમિયાન તેઓ ભાવુક જોવા મળ્યા.ડોક્યુમેન્ટમાં તેમણે રોજગાર માટે રોજગાર પોર્ટલ બનાવવાનું વચન આપ્યું છે. આ સાથે જ જીવિકા મિત્રને વેતન આપવાનું વચન અપાયું છે. વિઝન ડોક્યુમેન્ટનું નામ 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' રાખવામાં આવ્યું છે. વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડતી વખતે ચિરાગ પાસવાને ફરીથી બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશકુમાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે નીતિશકુમારને જોઈને મને આશ્ચર્ય થાય છે કે તમે કયા પ્રકારે જાતિયતાને પ્રોત્સાહન આપો છો. જે વ્યક્તિ પોતે સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા હોય, તેના નેતૃત્વમાં બિહારના વિકાસની કલ્પના કરવી યોગ્ય નથી.
હકીકતમાં આ લોન્ચિંગ સપ્ટેમ્બર મહિનામાં થવાનું હતું પરંતુ પિતા રામવિલાસ પાસવાન અસ્વસ્થ હતા અને ત્યારબાદ તેમના નિધનના કારણે લોન્ચિંગ ટળ્યું હતું. વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરતા પહેલા ચિરાગ પાસવાને માતાના આશીર્વાદ લીધા હતા. પટણામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચિરાગે મંચ પરથી કહ્યું કે ચૂંટણીમાં આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે પરંતુ પિતાજી સાથે નથી. મને આ માટે પણ હિંમત પિતાજી પાસેથી મળતી હતી.
ચિરાગ પાસવાને પડકારભર્યા સ્વરમાં કહ્યું કે હું શેરનો બચ્ચો છું અને જંગલને એકલો ચીરીને નીકળ્યો છું. તેમણે વિઝન ડોક્યુમેન્ટની જાણકારી આપતા કહ્યું કે આ વિઝનમાં ચાર લાખથી વધુ બિહારીઓના વિચાર રજુ કરાયા છે અને મારા પિતા રામવિલાસ પાસવાનનો પૂરેપૂરો અનુભવ તેમા સામેલ છે.
ચિરાગે કહ્યું કે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટમાં તમામની સમસ્યાઓ સામેલ છે. પરંતુ એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ તેમા સામેલ નથી. નીતિશકુમાર પર પ્રહાર કરતા અનુસૂચિત જાતિની વ્યક્તિની હત્યા પર નોકરી દેવાની વાત પર કટાક્ષ કરતા પૂછ્યું કે જ્યારે કોઈની હત્યા થશે અને પછી તેને નોકરી આપીને શું કરશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે