જાદુઈ નંબર '272' ની લડાઈ પહેલા INDIA સામે શું છે પડકાર? આ રીતે સમજો

Opposition Alliance INDIA Meeting: સામાન્ય ચૂંટણી 2024 ની લડાઈ માટે રાજકીય દળો તૈયારીમાં લાગી ગયા છે. જુલાઈમાં બેંગ્લુરુની બેઠકમાં UPA એ પોતાની કાયાકલ્પ કરીને નવી ઓળખ INDIA નામથી બનાવી અને દાવો કર્યો કે હવે લડાઈ આરપારની રહેશે. એ વાત અલગ છે કે એનડીએના નેતાઓએ કટાક્ષ કરતા કહ્યું કે બધા સપના અધૂરા રહી જશે. આ બધા વચ્ચે ઈન્ડિયાની 31 ઓગસ્ટના રોજ મુંબઈમાં બેઠક થવા જઈ રહી છે.

જાદુઈ નંબર '272' ની લડાઈ પહેલા INDIA સામે શું છે પડકાર? આ રીતે સમજો

Opposition Alliance INDIA Meeting: સામાન્ય ચૂંટણી 2024 ની લડાઈ માટે રાજકીય દળો તૈયારીમાં લાગી ગયા છે. જુલાઈમાં બેંગ્લુરુની બેઠકમાં UPA એ પોતાની કાયાકલ્પ કરીને નવી ઓળખ INDIA નામથી બનાવી અને દાવો કર્યો કે હવે લડાઈ આરપારની રહેશે. એ વાત અલગ છે કે એનડીએના નેતાઓએ કટાક્ષ કરતા કહ્યું કે બધા સપના અધૂરા રહી જશે. આ બધા વચ્ચે ઈન્ડિયાની 31 ઓગસ્ટના રોજ મુંબઈમાં બેઠક થવા જઈ રહી છે. શું આ ગઠબંધન એનડીએને પડકાર આપશે. શું કેન્દ્રની સત્તામાં ખરેખર મોટો ફેરફાર આવશે. શું જવાહર લાલ નહેરુના અત્યાર સુધીના સૌથી લાંબા  કાર્યકાળનો રેકોર્ડ નરેન્દ્ર મોદી તોડી શકશે. શું ઈન્ડિયાના ઘટક પક્ષો સીટ ફાળવણી મુદ્દે મોટું મન દેખાડી શકશે. આ બધા મહત્વના સવાલ છે. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
ઈન્ડિયાની રચના બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ ફક્ત વિપક્ષી દળોનું ગઠબંધન નથી આ સમગ્ર દેશનો અવાજ છે. ભારત જોડો યાત્રા દરમિયાન કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે જે મહેસૂસ કર્યું તે ઈન્ડિયામાં જોવા મળે છે. કોંગ્રેસ માટે સત્તાથી વધુ જરૂરી દેશમાં બદલાવ છે. હાલની કેન્દ્ર સરકાર લોકોની આશાઓ પર ખરી ઉતરવામાં નિષ્ફળ રહી છે. અમને એવું લાગે છે કે આ દેશને બચાવી રાખવા માટે વિપક્ષને એક સંયુક્ત મંચની જરૂર છે. જેને અમે ઈન્ડિયા દ્વારા પૂરી કરી શકીએ છે. જો વિપક્ષી દળ રાજકીય પિચ પર એકજૂથ થઈને બેટિંગ નહીં કરી શકે તો આ વાતો ફક્ત વાતો સુધી સિમિત રહી જશે. 

શું છે પડકારો
સત્તાની લડતમાં અંકગણિતની મહત્વની ભૂમિકા રહે છે અન તે અંકગણિતને સફળ બનાવવા માટે કેમિસ્ટ્રી સારી હોવી જોઈએ. કહેવાનો અર્થ એ છે કે સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 272 નો હોય છે. જો તમે કોંગ્રેસની તાકાત જુઓ તો 2014 અને 2019ના ચૂંટણી પરિણામો પોતે જ તાકાતનો અહેસાસ કરાવે છે. કોંગ્રેસ જે પક્ષો સાથે ઈન્ડિયા નામથી સાથે છે તેઓ પોત પોતાના રાજ્યોમાં શક્તિશાળી છે. સવાલ ઈન્ડિયાના લોગો અને ઝંડાનો નથી. સવાલ એ છે કે શું પોત પોતાના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સીટોની સંખ્યા પર સામાન્ય સહમતિ બનાવી શકશે. મુંબઈમાં થનારી બેઠકથી પહેલા બિહારના સીએમ નીતિશકુમારે સંયોજકના મુદ્દે મોટું નિવેદન આપ્યું. આ અગાઉ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કહ્યું કે ભાજપને હરાવવો એ મક્સદ છે. સીટોની સંખ્યા મોટી વાત નથી. પરંતુ મમતા બેનર્જી તરફથી જે નિવેદન આવે છે તે ચિંતા વધારનારા હોય છે. 

શું છે INDIA
- ઈન્ડિયા એ લગભગ 24 વિપક્ષી દળોનું ગઠબંધન છે. 
- ઈન્ડિયાની અત્યાર સુધીમાં બે બેઠક થઈ ચૂકી છે. 
- 31 ઓગસ્ટના રોજ મુંબઈમાં ત્રીજી બેઠક થવા જઈ રહી છે. 
- બેઠક પહેલા નીતિશકુમારે કહ્યું કે તેમના માટે સંયોજક કરતા વધુ મહત્વનું વિપક્ષને એકજૂથ કરવાનું છે.
- બેઠકમાં જોઈન્ટ ચિન્હ અને રાજ્યોમાં સીટ ફાળવણી પર ચર્ચા થવાની આશા

શું કહે છે નિષ્ણાંતો
નિષ્ણાંતો કહે છે કે એનડીએ સામે ઈન્ડિયા સારી રીતે ત્યારે જ પડકાર રજૂ કરી શકશે જ્યારે પ્રાદેશિક પક્ષો પોતાની મહત્વકાંક્ષા છોડીને જમીન ઉપર પણ ઈન્ડિયાનો ભાગ બને. જો પ્રાદેશિક પક્ષોમાં સીટ ફાળવણીને લઈને કોઈ સામાન્ય સહમતિ ન બને તો INDIA ફક્ત અને ફક્ત કાગળ પર રહી જશે. ઈન્ડિયામાં સામેલ પક્ષો વૈચારિક રીતે એક મંચ ઉપર તો છે પરંતુ જમીન પર બદલાવ માટે તેમણે ત્યાગ કરવો પડશે જે પોતાનામાં એક મોટો સવાલ છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news