UPમાં પ્રિયંકાનો દાવ કોંગ્રેસને ભારે પડશે! સોનિયા-રાહુલ માટે ઊભી થઈ વિકટ પરિસ્થિતિ?
સૂત્રોનું માનીએ તો ચંદ્રશેખર રાવણ અને પ્રિયંકા ગાંધીની મુલાકાતથી માયાવતી ખુબ નારાજ હતા. મેરઠમાં આ મુલાકાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ અખિલેશને પોતાના નિવાસસ્થાન માલ એવન્યુ ખાતે બોલાવ્યાં અને કોંગ્રેસના તેવરોને પગલે રાયબરેલી અને અમેઠીમાં પણ ગઠબંધનના ઉમેદવાર ઉતારવાની વાત કરી.
Trending Photos
લખનઉ: પ્રિયંકા ગાંધીએ મેરઠ જઈને ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કર્યા બાદ રાજકીય પારો વધી ગયો છે. આ બાજુ પ્રિયંકા ગાંધી ચંદ્રશેખર સાથે મુલાકાત કરી રહ્યાં હતાં અને બીજી બાજુ પ્રદેશના પાટનગર લખનઉમાં ગરમાવો વધી ગયો હતો. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, માયાવતીને મળવા પહોંચી ગયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના વલણથી નારાજ બસપા સુપ્રીમો માયાવતીના પ્રસ્તાવ સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહમત નથી. આથી તેમણે અખિલેશને ચોખ્ખુ ચોખ્ખુ સંભળાવી પણ દીધુ છે. કહેવાય છે કે ઘોષણાપત્રને લઈને બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી.
સૂત્રોનું માનીએ તો ચંદ્રશેખર રાવણ અને પ્રિયંકા ગાંધીની મુલાકાતથી માયાવતી ખુબ નારાજ હતા. મેરઠમાં આ મુલાકાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ અખિલેશને પોતાના નિવાસસ્થાન માલ એવન્યુ ખાતે બોલાવ્યાં અને કોંગ્રેસના તેવરોને પગલે રાયબરેલી અને અમેઠીમાં પણ ગઠબંધનના ઉમેદવાર ઉતારવાની વાત કરી. માયાવતીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને બે દિવસમાં ઉમેદવારોના નામની પસંદગી કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અખિલેશ યાદવે કહ્યું છે કે અમેઠી અને રાયબરેલીથી પણ ગઠબંધન ચૂંટણી લડશે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે સપાના રાજ્યસભા સાંસદ સંજય સેઠ પણ હાજર હતા. લગભગ દોઢ કલાક ચાલેલી મુલાકાત બાદ સંયુક્ત ચૂંટણી રેલીઓ યોજવા ઉપર પણ વિચાર કરવામાં આવ્યો. આ સાથે જ ઘોષણાપત્રને લઈને પણ જાહેરાત થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સપાના મેનિફેસ્ટોમાં બસપાનો એજન્ડા જોવા મળશે. કારણ કે બસપાએ હજુ સુધી કોઈ પણ ચૂંટણીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ નથી.
બેઠકમાં કોંગ્રેસના તથાકથિત વચનો બાદ બદલાતી પરિસ્થિતિને જોતા અમેઠી અને રાયબરેલી ઉપરાંત કેટલીક અન્ય બેઠકો ઉપર પણ સપા-બસપા ઉમેદવારોમાં ફેરપાર કરવા પર ગંભીરતાથી વિચાર વિમર્શ કરાયો. મુલાકાતમાં કોંગ્રેસના ઉમેદવારને ઉતારવાથી ગઠબંધનને થનારા નુકસાન ઉપર પણ ચર્ચા થઈ.
અત્રે જણાવવાનું કે માયાવતી છેલ્લા કેટલાક દિવસોથી એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે બસપા કોંગ્રેસ સાથે કોઈ પણ રાજ્યમાં ગઠબંધન કરશે નહીં. માયાવતીના આ નિવેદન બાદ બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રા મેરઠ પહોંચ્યા અને તેમણે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે