ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.
ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

નવી દિલ્હી : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.

J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ
રાજસ્થાનનાં કોટામાં અખિલ ભારતીય બ્રહમણ મહાસભાનાં કાર્યક્રમ અંગે ટ્વીટ કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લખ્યું કે, સમાજમાં બ્રાહ્મણોનું સ્થાન ઉચ્ચ રહ્યું છે. આ સ્થાન તેમના ત્યાગન અને તપસ્યાનું જ પરિણામ છે. આ જ કારણ છે કે બ્રહ્મ સમાજ હંમેશાથી માર્ગદર્શકની ભુમિકામાં રહ્યા છે.

UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ
કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં નિવેદનની ટીકા કરતા કહ્યું કે, જાતીના આધારે કોઇને નાના-મોટા જાહેર કરી શકાય નહી. જાતી અને જન્મનાં આધારે નહી પરંતુ મેરિટના આધારે શ્રેષ્ટ હોય છે. લોકસભા સ્પીકરનું નિવેદન ખોટી માનસિકતાનું પરિણામ છે. યોગ્યતાથી લોકો પ્રેરણાસ્ત્રોત બનતા હોય છે ન કે જાતીના આધારે.

— Om Birla (@ombirlakota) September 8, 2019

ઉર્મિલા માતોંડકરે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામુ, નોર્થ મુંબઇથી લડી હતી લોકસભા ચૂંટણી
લોકસભા અધ્યક્ષનાં નિવેદન અંગે બસપાના રાજ્યસભા સભ્ય વીરસિંહે કહ્યું કે, જાતીના આધારે સમાજમાં કોઇ સર્વશ્રેષ્ઠ નથી હોતું પરંતુ તેમના કર્મો જ તેમને શ્રેષ્ઠ બનાવે છે. બ્રાહ્મણને જન્મનાં આધારે સમાજના માર્ગદર્શક ન બનાવવા જોઇએ, કારણ કે બ્રાહ્મણ તે હોય છે, જે શિક્ષિત અને કાબિલ હોય છે. ડૉ. ભીમરાવ આંબેડકર ખુબ જ ભણેલા ગણેલા હતા તેમણે સમાજ અને દેશને માર્ગ દેખાડ્યો એટલા માટે તેઓ શ્રેષ્ઠ હતા. એવામાં જન્મથી કોઇ બ્રાહ્મણ ન કહેવામાં આવવા જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news