મધ્યપ્રદેશના નવા CM ડો. મોહન યાદવ પદ સંભાળતા હાર્યા પ્રથમ ચૂંટણી, મળ્યા માત્ર 5 મત
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પોતાની પ્રથમ ચૂંટણી હારી ગયા છે. ભારતીય રેસલિંગ સંઘના ઉપાધ્યક્ષ પદ માટે તેમને માત્ર 5 મત મળ્યા છે.
Trending Photos
ભોપાલઃ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પોતાની પ્રથમ ચૂંટણી હારી ગયા છે. ભારતીય કુસ્તી સંઘ (WFI)ના ઉપાધ્યક્ષ પદ માટે તેમને માત્ર પાંચ મત મળ્યા છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ પદ પર સંજય સિંહને પસંદ કરવામાં આવ્યા છે. તેમને પૂર્વ અધ્યક્ષ તથા સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે.
ઉપાધ્યક્ષ પદ પર પશ્ચિમ બંગાળના અસીત કુમાર સાહા, પંજાબના કરતાર સિંહ, મણિપુરના એન ફોને અને દિલ્હીના જયપ્રકાશ ચૂંટાયા છે. તો ભારતીય રેસલિંગ ફેડરેશન માટે ચાર ઉપાધ્યક્ષ ચૂંટાયા છે. મોહન યાદવે પણ તે માટે ઉમેદવારી નોંદાવી હતી. ત્યારે તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા નહોતા. 13 ડિસેમ્બર 2023ના જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા, ત્યારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ નિકળી ગઈ હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે આ તરફ ધ્યાન આપ્યું નથી. તેથી તેમને માત્ર પાંચ મત મળ્યા છે.
મોહન યાદવ એમપી કુસ્તી સંઘના અધ્યક્ષ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ વર્તમાનમાં મધ્ય પ્રદેશ રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ અને ભારતીય રેસલિંગ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે. તો અધ્યક્ષ પદ માટે ઉત્તર પ્રદેશના સંજય કુમાર સિંહને સૌથી વધુ 40 મત મળ્યા છે. તેમની વિરુદ્ધ ઓડિશાથી ચૂંટણી લડનાર અનિતાને માત્ર સાત મત મળ્યા અને તે હારી ગયા. આ રીતે વરિષ્ઠ ઉપાધ્યક્ષ પદ પર ચૂંટણી લડેલા અસમના દેવેંદરને 32 મત અને ગુજરાતના આઈડી નાણાવટીને 15 મત મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે