મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર: અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી, 22 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
Trending Photos
નવી દિલ્હી/ મુંબઇ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાઓ બાઉન્ડ્રી વોલ પડવાથી બની છે. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે.
આ ઘટનાઓમાં મુંબઇના મલાડમાં કુરાર ગામમાં મોડી રાત્રે દિવાલ ધરાશાયી થવાથી 13 લોકોના મોત થયા અને 11 લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફ અને બીએમસીની આપત્તિ વ્યવસ્થાપન ટીમના જવાનો બચાવ કાર્ય કરી રહ્યાં છે.
ત્યારે પૂણેના સિંહગઢ ઇસ્ટીટ્યૂટની દિવાલ પડવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ બધા મજૂર હતા. જે દિવાલને અડીને ઝૂપડીમાં રહેતા હતા. મૃતકમાં 4 મજૂર છત્તિસગઢના છે અને 2 મધ્ય પ્રદેશના છે.
જ્યારે ત્રીજી ઘટના કલ્યાણથી છે. કલ્યાણમાં સ્કૂલ દિવાલ બે ઘરો પર જઇને પડી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ક્લાયણના દુર્ગાડી પરિસરમાં મોડી રાત્રે નેશનલ ઉર્દૂ સ્કૂલની દિવાલ અચનાક ધરાશાયી થઇ ગઇ હતી. આ દિવાલ સ્કૂલી અડીને આવેલા બે ઘરો પર પડી હતી. કાટમાળમાં 4 લોકો દબાઇ ગયા હતા. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયબ્રિગેર્ડની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકમાં એક ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાઓ પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે હવામાન વિભાગની તરફથી મુંબઇમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ ફડણવીસની તરફથી કહેવામાં આવ્યું છે કે જો જરૂરી હોય ત્યારે જ લોકો ઘરોથી બહાર નીકળો.
ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હાલ મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે ભારે વરસદા થઇ રહી છે. મુંબઇમાં આજે સાર્વજનિક રજાની જાહેરાત કરવામાં આવી છે. બધી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો, સ્કૂલ અને કોલેજ બંધ રહશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે