મહારાષ્ટ્રઃ ભાજપ-શિવસેના વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી, આવતીકાલે થશે ગઠબંધનની જાહેરાત
ભાજપ 150થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે. શિવસેનાને 116-126 સીટ મળવાની સંભાવના છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને પાર્ટી વચ્ચેના સંભવિત ગઠબંધનની જાહેરાત કરી શકે છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Assembly Election 2019) માટે ભાજપ(BJP) અને શિવસેના(Shiv Sena) વચ્ચે ગઠબંધનની(alliance) આવતીકાલે જાહેરાત થઈ શકે છે. સૂત્રો અનુસાર બંને પક્ષો વચ્ચે સીટોની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. ભાજપ 150થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે. શિવસેનાને 116-126 સીટ મળવાની સંભાવના છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(CM Devendra Fadanvis) અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thakre) સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને પાર્ટી વચ્ચેના સંભવિત ગઠબંધનની(Coalition) જાહેરાત કરી શકે છે.
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 122 સીટ છે, જ્યારે શિવસેના પાસે 63 સીટ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શિવસેનાએ પોતાના માટે ઓછામાં ઓછી 130 સીટ માગી છે, જ્યારે RPIના પ્રમુખ રામદાસ અઠવાલે 10 સીટ માગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપ અને શિવસેના વચ્ચેના ગઠબંધનમાં એટલા માટે જ મોડું થયું હતું, કેમ કે શિવસેના મહારાષ્ટ્ર ચૂંટણીમાં અસ્થાયી સીટોની વહેંચણી માટે ભાજપ પાસે આશ્વાસન માગતી હતી.
બંને પક્ષોએ ત્યાર પછી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી અડધી-અડધી સીટ પર લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 સીટ જીત્યા પછી દેશભરમાં રાજકીય સ્થિતિમાં પરિવર્તન આવ્યું હતું.
નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટના એક અન્ય સાથીદાર અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે સીટના મુદ્દે પોતાનું મનગમતું કરાવાની સ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી છે અને 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે