નાસિકઃ મુસાફરોથી ભરેલી બસ કુવામાં ખાબકી, 20 લોકોના મોત, 30ને બચાવાયા

માહિતી મળવા પર સ્થળ પર પહોંચેલી સ્થાનિક પોલીસે બચાવ અભિયાન શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધી 9 લોકોના મોત થઈ ચુક્યા હતા.

નાસિકઃ મુસાફરોથી ભરેલી બસ કુવામાં ખાબકી, 20 લોકોના મોત, 30ને બચાવાયા

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકની પાસે એક મુસાફરોથી ખચોખચ ભરેલી બસ કુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા જ્યારે 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાસિક ગ્રામિણ પોલીસના અધિક્ષક આરતી સિંહે જણાવ્યું કે, કુવામાંથી 9 મૃતદેહોને બહાર કઢાયા અને 11 ઈજાગ્રસ્તોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. 

— ANI (@ANI) January 28, 2020

જાણકારી પ્રમાણે, 50 મુસાફરોથી ભરાયેલી બસ નાસિકથી ધુલે તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસની સામે અચાનક એક ઓટો રિક્ષા આવી ગઈ અને તેને બચાવવાના પ્રયત્નમાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું અને બસ રોડના કિનારે બનેલા કુવામાં ખાબકી હતી. દુર્ઘટના બાદ ચીસો સાંભળીને રસ્તા પર જતા અને આસપાસમાં રહેતા લોકો મદદ માટે આવ્યા અને તેમણે દોરડાથી મુસાફરોને કાઢવાનું શરૂ કર્યું હતું. 

— ANI (@ANI) January 28, 2020

માહિતી મળવા પર સ્થળ પર પહોંચેલી સ્થાનિક પોલીસે બચાવ અભિયાન શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધી 9 લોકોના મોત થઈ ચુક્યા હતા. પરંતુ બચાવ દળે બાકી ગંભીર ઘાયકોને કુવામાંથી બહાર કાઢ્યા અને માલેગાંવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ઓફિસર પ્રમાણે હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news