મહારાષ્ટ્ર: કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી, સ્ટેજ ઉપર જ બેભાન થઈને પડ્યા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમ દરમિયાન ચક્કર ખાઈને પડ્યા.

મહારાષ્ટ્ર: કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી, સ્ટેજ ઉપર જ બેભાન થઈને પડ્યા

શિરડી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમ દરમિયાન ચક્કર ખાઈને પડ્યા. ગડકરી રાજ્યના અહમદનગર જિલ્લાના શિરડીમાં સ્થિત રાહુરી કૃષિ વિદ્યા પીઠના 33માં દિક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ચેન્નામનેની વિદ્યાસાગર રાવ પણ હાજર હતાં. કાર્યક્રમ દરમિયાન જ કેન્દ્રીય મંત્રીની સ્ટેજ પર અચાનક તબિયત ખરાબ થઈ ગઈ. ત્યારબાદ તેમને થોડું પાણી પીવડાવવામાં આવ્યું અને પેંડો ખવડાવવામાં આવ્યો. ત્યારપછી ગડકરી રાષ્ટ્રગીત માટે ઊભા થયા. પરંતુ આ દરમિયાન તેમની હાલત એવી કથળી હતી કે તેઓ ઊભા રહી શકે તમ પણ નહતાં. 

નીતિન ગડકરી જેમ તેમ કરીને રાષ્ટ્રગીત પતે ત્યાં સુધી ઊભા રહ્યાં. તે વખતે રાજ્યપાલ ચેન્નામનેની વિદ્યાસાગર રાવ સતત તેમના પર નજર રાખી રહ્યાં હતાં. જેવું રાષ્ટ્રગીત સમાપ્ત થયું કે ગડકરી અચાનક ફરી ઢળી પડ્યાં. રાજ્યપાલ અને તેમના ગાર્ડે તરત તેમને સંભાળ્યા અને ખુરશી પર બેસાડી દીધા.

— Nitin Gadkari (@nitin_gadkari) December 7, 2018

ત્યારબાદ ગડકરીને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જ્યાં તેમની હાલત સ્થિર ગણાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ પોતે ટ્વિટ કરીને કહ્યું કે લો શુગરના કારણે તેમની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરોએ ચેકઅપ કર્યું છે અને હવે હાલત ઠીક છે. તમામ શુભચિંતકોનો ખુબ ખુબ આભાર. 

અત્રે જણાવવાનું કે ખુબ વ્યસ્તતાના અને ખાનપાનની અનિયમિતતા તથા અપર્યાપ્ત ઊંઘના કારણે ગડકરીને હંમેશા શુગરની સમસ્યા રહે છે. એવું પણ કહેવાય છે કે પોતાના ડાયેટને લઈને ગડકરી બહુ ચિંતા કરતા નથી. ગડકરી જ્યાં જાય ત્યાં ત્યાનું જ ભોજન પસંદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news