Maharashtra: સંજય રાઉતના ઘરની બહાર લાગ્યા પોસ્ટર, 'તારું ઘમંડ તો...'

Poster in support outside Sanjay Raut: મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર પર ધ્યાન ખેંચાયું છે. 

સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે 'તારું ઘમંડ તો 4 દિવસનું છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે.' આ પોસ્ટર્સ શિવસેના કોર્પોરેટર દીપમાલા બધેએ લગાવ્યા હોવાનું કહેવાય છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા અને હાલ બળવાખોર બની ગયેલા વિધાયક એકનાથ શિંદે ગુજરાતના સુરતથી પોતાના સમર્થક વિધાયકો સાથે ગુવાહાટી શિફ્ટ થઈ ગયા છે. શિંદે સાથે શિવસેનાના અન્ય 33 અને 6 અપક્ષ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે એકનાથ શિંદેએ એવો દાવો પણ કર્યો કે તેમની પાસે 40 ધારાસભ્યો છે. જેમાંથી શિવસેનાના 34 અને 6 અપક્ષ વિધાયકો છે. 

The banner has been put up by Shiv Sena Corporator Deepmala Badhe. pic.twitter.com/N4WkJA0riB

— ANI (@ANI) June 22, 2022

શરદ પવારના ઘરે બેઠક
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારના ઘરે હાલ મહત્વની બેઠક યોજાઈ છે. આ બાજુ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પર્યવેક્ષક કમલનાથની હાજરીમાં પણ આજે કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજશે. બેઠક બાદ તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળે તેવી સંભાવના છે. તેઓ શરદ પવારને પણ મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news