Maharashtra: અજિત પવારના ખુલાસા પર શરદ પવારે કરી સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું? જાણો વિગતો

મહારાષ્ટ્ર ચૂંટણીમાં દરેક નેતા બીજા પર દબાણ બનાવવા માટે પ્રેશર પોલિટિક્સ કરી રહ્યા છે. એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે જ્યારે તેઓ પહેલીવાર ભાજપની સાથે ગયા હતા ત્યારે સાહેબ (શરદ પવાર)ને બધુ ખબર હતી. ચૂંટણી પહેલા અજિત પવારનું આ નિવેદન આવ્યું તો શરદ પવારે પોતે હવે આ અંગે સફાઈ આપી છે. 

Maharashtra: અજિત પવારના ખુલાસા પર શરદ પવારે કરી સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું? જાણો વિગતો

રાજકારણમાં કોઈ સ્થાયી મિત્રતા કે દુશ્મની હોતી નથી. કાશ્મીરથી કેરળ અને મહારાષ્ટ્રથી લઈને બંગાળ સુધી મેળ વગરની વિચારધારાઓના મિલનથી સરકારો બનેલી છે. સરકારના બનવા અને તૂટવાથી અલગ જ્યારે કોઈ પાર્ટી તૂટે છે ત્યારે તેનો અવાજ દૂર સુધી જાય છે. કોંગ્રેસમાં અનેકવાર તૂટ પડી પરંતુ એટલો હંગામો ન મચ્યો પરંતુ સરકાર બનાવવા માટે જ્યારે પાવરફૂલ પવાર પરિવારની એનસીપીમાં પેહલા ફૂટ પડી અને પછી તૂટ પડી તો આ ઘટનાક્રમ સૌથી મોટો રાજકીય ઘટનાક્રમ બની ગયો. મહારાષ્ટ્ર ચૂંટણીમાં દરેક નેતા બીજા પર દબાણ બનાવવા માટે પ્રેશર પોલિટિક્સ કરી રહ્યા છે. એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે જ્યારે તેઓ પહેલીવાર ભાજપની સાથે ગયા હતા ત્યારે સાહેબ (શરદ પવાર)ને બધુ ખબર હતી. ચૂંટણી પહેલા અજિત પવારનું આ નિવેદન આવ્યું તો શરદ પવારે પોતે હવે આ અંગે સફાઈ આપી છે. 

શરદ પવારે કરવી પડી સ્પષ્ટતા
અજિત પવારે પાંચ વર્ષ પહેલા BJP-NCP ગઠબંધનને લઈને થયેલી એક બેઠકમાં ગૌતમ અદાણીની હાજરી અંગે ખુલાસો કર્યો હતો. મહારાષ્ટ્ર ચૂંટણી ટાણે આવી વાતોએ ચારેબાજુ ખળભળાટ મચાવી દીધો છે. ભાજપ પાસે હાલ કોઈ જવાબ જોવા મળી રહ્યો નથી. જ્યારે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાને ઉછાળે તે પહેલા શરદ પવારે આ મુલાકાત અંગે જવાબ આપ્યો છે. 

શું કહ્યું હતું અજિત પવારે
અજિત પવારે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દરેક જાણે છે કે 2019માં મહારાષ્ટ્રની સરકાર બનાવવા માટે એક બેઠક ક્યાં થઈ હતી? બધા ત્યાં હતા. અમિત શાહ ત્યાં હતા, દેવેન્દ્ર ફડણવીસ ત્યાં હતા, ગૌતમ અદાણી ત્યાં હતા, પવાર સાહેબ (શરદ પવાર) ત્યાં હતા, પ્રફૂલ્લ પટેલ ત્યાં હતા. અજિત પવાર પણ હતા. ત્યારે ભાજપ સાથે જવાનો નિર્ણય શરદ પવારની જાણકારીમાં કરાયો હતો. પાર્ટી કાર્યકર તરીકે મે અમારા નેતાના આદેશનું પાલન કર્યું હતું. તેનો દોષ મારા પર આવ્યો મે સ્વીકારી લીધો. દોષ મારા પર લીધો કોઈના પર વાત ન આવવા દીધી. 

શરદ પવારે કરી સ્પષ્ટતા
ભત્રીજાના નિવેદન બાદ સફાઈ આપતા શરદ પવારે કહ્યું કે બેઠક જ્યાં આયોજિત કરાઈ હતી મેઈન વાત તે લોકેશનની હતી. અદાણીના દિલ્હી સ્થિત ઘર પર મુલાકાત થઈ હતી. આવામાં તેમનું નામ આવ્યું. અદાણીએ ડિનરની મેજબાની કરી હતી. પરંતુ તેઓ અમારી સમગ્ર રાજકીય ચર્ચામાં ભાગ લઈ રહ્યા નહતા. ધ ન્યૂઝ મિનિટ-ન્યૂઝલોન્ડ્રીના એક ઈન્ટરવ્યુમાં શરદ પવારે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે "હું શરદ પવાર પોતે ત્યાં હતો, અમિત શાહ અને અજિત પવાર પણ હતા." સત્તા ફાળવણીની વાતચીત અજિત પવારના ડેપ્યુટી સીએમ તરીકે સવાર-સવાર શપથ લેતા પહેલા થઈ હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જેથી કરીને સરકાર બનાવી શકાય. જો કે તે સરકાર માંડ 80 કલાક સુધી ચાલી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news