હરિયાણા: મનોહરલાલ ખટ્ટર આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે, CM પદના લઈ શકે છે શપથ

હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. ચંડીગઢમાં આજે હરિયાણા વિધાયક દળની બેઠક થશે જેમાં ખટ્ટરને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે.

હરિયાણા: મનોહરલાલ ખટ્ટર આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે, CM પદના લઈ શકે છે શપથ

ચંડીગઢ: હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. ચંડીગઢમાં આજે હરિયાણા વિધાયક દળની બેઠક થશે જેમાં ખટ્ટરને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે. આ અગાઉ ભાજપે શુક્રવારે જેજેપી સાથે ગઠબંધન કરી લીધુ જેમણે 90માંથી 10 બેઠકો જીતી છે. જેજેપીના ફાળે નાયબ મુખ્યમંત્રીનું પદ ગયું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મુખ્યમંત્રી ભાજપમાંથી અને નાયબ મુખ્યમંત્રી સ્થાનિક પક્ષ જેજેપીમાંથી હશે. 

શાહે કહ્યું કે હરિયાણામાં વોટરોના જનાદેશની સાથે જતા બંને પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે ભાજપ અને જેજેપી સાથે મળીને સરકાર બનાવશે. મુખ્યમંત્રી ભાજપમાંથી હશે જ્યારે નાયબ મુખ્યમંત્રી જેજેપીમાંથી રહેશે. તેમણે કહ્યું કે ગઠબંધન જનાદેશની ભાવના મુજબ છે. પ્રેસ કોન્ફરન્સમાં શાહ અને ચૌટાલા ઉપરાંત ખટ્ટર અને ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગુરુવારના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને 40 બેઠકો મળ્યા બાદ પાર્ટીના ટોચના નેતાઓ સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગયા હતાં. ભાજપને બહુમતીના આંકડા કરતા 6 બેઠકો ઓછી મળી હતી. સાત અપક્ષોએ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news