ગોવાના મુખ્યમંત્રી હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !
Trending Photos
નવી દિલ્હી : એક વર્ષથી પણ વધારે સમય કેન્સર સામે લડી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ 17 માર્ચ, 2019ના દિવસે નિધન થઇ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમના નિધન અંગે શોકાંજલી પાઠવી હતી. તેના થોડા સમય પહેલા જ સીએમઓ ઓફીસ દ્વારા ટ્વીટ કરીને તેમની સ્થિતી નાજુક હોવાનું જણાવાયું હતું. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી સંપુર્ણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ તો આ સમાચાર મળતાની સાથે જ લાખો સમર્થકો તેમના ઘરની બહાર એકત્ર થવા લાગ્યા છે.
સાદગી અને સમર્પણનું જીવતુ જાગતું ઉદાહરણ હતા પર્રિકર
મનોહર પર્રિકર પોતાની સાદી માટે પણ ઓળખાતા હતા. સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીનાં આધુનિક યુગમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આમ આદમીની જેમ રહેવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ જો વાસ્તવમાં સાદગીનું કોઇ ઉદાહરણ હોય તો તે હતા ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર. આવું એટલા માટે કહી શકીએ છીએ કારણ કે મનોહર પર્રિકરે ગોવાનાં મુખ્યમંત્રી રહેવા દરમિયાન અનેક વર્ષ સુધી મુખ્યમંત્રી આવાસનો ઉપયોગ નથી કર્યો. તેઓ પોતાનાં જ ઘરમાં રહેતા હતા. પર્રિકરની છબી લોકો વચ્ચે એક ઇમાનદાર નેતા તરીકેની હતી. તેઓ વર્ષ 2000માં ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા.
કોઇ સુરક્ષા વગર સામાન્ય નાગરિક જેવું જીવન
મનોહર પર્રિકરનું સાધારણ વ્યક્તિત્વ દરેકને ઉડીને આંખે વળગે તેવું હતું. ગોવાના મુખ્યમંત્રી હોવા છતા પણ તેઓ સરકારી ગાડી છોડીને સ્કુટરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તેઓ કોઇ જ સુરક્ષા વગર કોઇ પણ ચાની લારી પર ઉભા રહીને આરામથી સામાન્ય માણસની જેમ ચા પીતા પણ જોવા મળતા હતા. પર્રિકરની આ આંદત ગોવાના લોકો માટે એક સામાન્ય વાત હતી.
સંરક્ષણ મંત્રાલય તેમણે જ્યારે તેમણે સંભાળ્યું ત્યારે પણ તેમની છબી બેદાગ રહી હતી. તેમની આ સ્વચ્છ છબીનાં કારણે જ વડાપ્રધાન મોદીએ તેમને સંરક્ષણ મંત્રાલય સોંપ્યું હતું. પર્રિકર નવેમબર 2014થી 13 માર્ચ 2017 સુધી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે.
પુત્રના લગ્નમાં પણ ખુબ જ સાધારણ કપડામાં જોવા મળ્યા.
પર્રિકર પોતાની સાધારણ વેશભુષા માટે પણ જાણીતા હતા. પર્રિકર સામાન્ય રીતે શર્ટ અને પેંટમાં જ જોવા મળતા હતા. અત્યાર સુધી તેમણે કોઇ મોટી અધિકારીક મીટિંગમાં સુટ બુટ સાથે જોવા મળ્યા નથી. પોતાનાં પુત્રના લગ્નમાં પણ પર્રિકર હાફ શર્ટ, સાધારણ પેંટ અને સેન્ડલ પહેરીને લોકોનું સ્વાગત કરી રહ્યા હતા. બીજી તરફ પર્રિકર 16થી 18 કલાક સુધી કામ કરતા હતા.
ગોવાના પૂર્વ પર્યટન મંત્રી સલદન્હાનાં મોત પર ધ્રુશ્કે ધ્રુસ્કે રડ્યા હતા પર્રિકર
ખુબ જ અનુશાસિત અને કડક વ્યક્તિત્વ ધરાવતા પર્રિકર માર્ચ 2012માં પર્યટન મંત્રી માતનહી સલદન્હાનાં નિધન પર ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. વર્ષ 2005માં જ્યારે તેમના પર ધારાસભ્યોનાં ખરીદ વેચાણનો આરોપ લાગ્યો, ત્યારે સલદન્હા તેમની સાથે ઉભા રહ્યા હતા.
ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરતા હતા
પર્રિકર વિમાનમાં હંમેશા જ ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરતા હતા. તેમને સામાન્ય લોકોની જેમ જ પોતાનો સામાન યાત્રીઓની લાઇનમાં ઉભા રહીને જ લેતા અનેક વાર અનેક લોકોએ જોયા છે. તેઓ મોબાઇલ અને ટેલિફોન બિલની ચુકવણી પણ પોતાના ખર્ચમાંથી જ કરતા હતા. તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટનો મુક્ત પણે અને કોઇ છોછ વગર ઉપયોગ કરતા હતા. પર્રિકરને નજીકથી જાણનારા લોકો તેમની આ આદતોને સારી રીતે સમજતા હતા. તેઓએ ક્યારે પણ વીઆઇપી ટ્રીટમેન્ટ લીધી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે