Corona Vaccine: 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન મુશ્કેલ, જુઓ શું કહી રહી છે રાજ્ય સરકાર

કોરોના વાયરસના (Coronavirus) સંકટના વધતા જતા ભય વચ્ચે આવતીકાલે એટલે કે 1 મેથી શરૂ થતાં વેક્સીનેશન અભિયાન પર ગ્રહણ લાગતું દેખાઈ રહ્યું છે. કારણ કે કેટલા રાજ્યોએ વેક્સીનનો (Vaccine) અભાવ દર્શાવીને હાથ ઉંચા કરી લીધા છે

Corona Vaccine: 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન મુશ્કેલ, જુઓ શું કહી રહી છે રાજ્ય સરકાર

નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) સંકટના વધતા જતા ભય વચ્ચે આવતીકાલે એટલે કે 1 મેથી શરૂ થતાં વેક્સીનેશન અભિયાન પર ગ્રહણ લાગતું દેખાઈ રહ્યું છે. કારણ કે કેટલા રાજ્યોએ વેક્સીનનો (Vaccine) અભાવ દર્શાવીને હાથ ઉંચા કરી લીધા છે. જેમાં દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, ઓડિશા, જમ્મુ કાશ્મીર અને બિહાર સહિત કેટલાક અન્ય રાજ્યો સામેલ છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે એવું લાગતું નથી કે તેનો એક સાથે આખા દેશમાં અમલ કરવામાં આવશે.

Shivraj Singh એ કહી આ વાત
1 મેથી શરૂ થતાં વેક્સીનેશન માટે બમ્પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે, પરંતુ જે રીતે રાજ્યો વેક્સીનમાં અછતની વાત કરી રહ્યા છે, તે જોતાં કહેવું મુશ્કેલ છે કે હાલમાં 18 વર્ષી ઉપરના લોકો વેક્સીન લઈ શકશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) ગુરુવારે કહ્યું હતું કે, ભારત બાયોટેક અને સીરમ સંસ્થાથી જાણવા મળ્યું છે કે, આપણને વેક્સીન ડોઝ ઉપલબ્ધ થઈ શકશે નહીં, જેના કારણે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન અભિયાન શરૂ કરી શકાશે નહીં. જોકે, શિવરાજસિંહે 3 મે પછી વેક્સીનેશન અભિયાન શરૂ કરવાનો દાવો કર્યો છે અને રાજ્યના લોકોને મફત વેક્સીન આપવાનું કહ્યું છે.

આ States એ પણ વ્યક્ત કરી અસમર્થતા
બિહારમાં પણ 1 મેથી વેક્સીનેશન શરૂ થશે નહીં. રાજ્ય સરકારે વેક્સીનની અછતને કારણે કાર્યક્રમ અટકાવવાનો નિર્ણય કર્યો છે. આવી જ રીતે ઝારખંડમાં પણ વેક્સીનનો અભાવ દર્શાવતા વેક્સીનેશનથી હાથ ઉંચા કરી દીધા છે. બીજી તરફ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) કહે છે કે તેઓ પહેલી મેથી વેક્સીનેશન શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી વેક્સીનનો આખો સ્ટોક આવ્યો નથી. વેક્સીનેશન ઉપલબ્ધ થયા પછી 15 મે સુધી વેક્સીનેશન સંપૂર્ણરૂપે શરૂ થશે.

Delhi માં સ્પષ્ટ નથી સ્થિતિ
દિલ્હી સરકારે પણ વેક્સીનના અભાવની સમસ્યા જણાવી રહી છે. મુખ્યમંત્રી કેજરીવાલે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે અને ત્રણ મહિનામાં દિલ્હીના લોકોને રસી આપવાની યોજના બનાવી છે. જો કે, 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવશે કે નહીં તે વિશે પરિસ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ મુખ્યમંત્રીએ જે રીતે વેક્સીનના અભાવ વિશે વાત કરી છે તેવું લાગે છે કે રાજધાનીના યુવાનોએ વેક્સીનની રાહ જોવી પડશે.

Maharashtra ને જોઇએ છે આટલા Dose
મહારાષ્ટ્રએ પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પૂરતી કોરોના વેક્સીન નથી, તેથી 1 મેથી ચોથો તબક્કો શરૂ થશે નહીં. વેક્સીનના અભાવને કારણે BMC ને તેમનું જમ્બો વેક્સીન કેન્દ્ર પણ બંધ કરવું પડ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં વેક્સીનનો પૂરતો સ્ટોક નથી, આવી રીતે વેક્સીનેશન શરૂ કરી શકાતું નથી. ટોપેએ કહ્યું કે, વેક્સીનેશન અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસ માટે પૂરતો સ્ટોક હોવો જોઈએ. અમને 20 થી 30 લાખ ડોઝની જરૂર છે, ત્યારબાદ 18 થી 44 વર્ષના લોકોનું વેક્સીનેશન શરૂ થઈ શકે છે.

રાજ્યોની પાસે એક કરોડથી વધારે ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 વેક્સીનના એક કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને તેઓ આગામી ત્રણ દિવસમાં 20 લાખ વધુ ડોઝ મેળવશે. મહારાષ્ટ્રના સવાલ પર મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં હજી પણ વેક્સીનેશન માટે પાત્ર વ્યક્તિઓને અરજી કરવા માટે 7,49,960 ડોઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્રને વેક્સીનના 1,63,62,470 ડોઝ પ્રાપ્ત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news