Ration Card: હવે અનાજ મેળવવા માટે તમને રાશનકાર્ડ લઈ જવાની જરૂર નહીં પડે, આ એપ ડાઉનલોડ કરી લો, મળી જશે રાશન

સરકારે રાશન કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકોને હવે રાશન લેવા માટે રાશનકાર્ડ દેખાડવાની જરૂર નથી. તેની જગ્યાએ લોકો આ એપનો ઉપયોગ કરી શકે છે. જાણો વિગતો....

Ration Card: હવે અનાજ મેળવવા માટે તમને રાશનકાર્ડ લઈ જવાની જરૂર નહીં પડે, આ એપ ડાઉનલોડ કરી લો, મળી જશે રાશન

ભારતમાં ખાદ્ય વિભાગ તરફથી ગરીબ લોકને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે. સરકાર તરફથી હવે રાશનકાર્ડ દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ સરકારે રાશન કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકોને હવે રાશન લેવા માટે રાશનકાર્ડ દેખાડવાની જરૂર નથી. તેની જગ્યાએ લોકો Mera Ration 2.0 નો ઉપયોગ કરી શકે છે. આ ફેરફારથી જરૂરિયાતવાળા લોકોને રાશન મળવા માટે સરળતા રહેશે. ભારતના અનેક રાજ્યોમાં કરોડો લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

ભારત સરકાર તરફથી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ચલાવવામાં આવતી ઓછા ભાવે રાશનની યોજનાનો ફાયદો મળે છે. રાશન લેવા માટે ડેપોમાં રાશન કાર્ડ દેખાડીને ઘઉં અને અન્ય જરૂરી ચીજો મળી જાય છે. પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે. હવે કાર્ડ દેખાડ્યા વગર રાશન કાર્ડ મળી જશે. 

જાણો શું છે આ Mera Ration 2.0 એપ
ભારત સરકારે Mera Ration 2.0 એપ લોન્ચ કરેલી છે. જેનાથી રાશન કાર્ડ ધારકો કાર્ડ વગર પણ રાશન મેળવી શકે છે. પહેલા રાશન લેવા માટે લોકોએ પોતાના રાશન કાર્ડને દુકાને લઈ જવું પડતું હતું. હવે આ એપ દ્વારા લોકો પોતાના આધાર કાર્ડ નંબર નાખીને ઓનલાઈન રાશન મેળવી શકે છે. 

કેવી રીતે કરવો એપનો ઉપયોગ
આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા બાદ યૂઝર્સે પોતાનો આધાર નંબર નાખીને ઓટીપીથી લોગઈન કરવું પડશે. એકવાર લોગ ઈન કર્યા બાદ એપ પર રાશનકાર્ડ ખુલી જશે. જેને દેખાડીને લોકો રાશન લઈ શકે છે. 

આ લોકોને નથી મળતું રાશન
રાશનકાર્ડ બનાવડાવાના કેટલાક જરૂરી નિયમો સરકાર તરફથી બનાવવામાં આવ્યા છે. જોઈ કોઈ વ્યક્તિ પાસે 100 વર્ગ મીટરથી વધુની જમીન હોય જેમાં પ્લોટ, ફ્લેટ કે ઘર હોય તો પછી તેઓ રાશનકાર્ડ માટે અરજી કરી શકે નહીં. જે લોકો પાસે 4 પૈડાવાળા વાહન હોય (કાર કે ટ્રેક્ટર), તેઓ પણ રાશનકાર્ડ માટે અરજી ન કરી શકે. આ સાથે જ જે લોકોના ઘરમાં ફ્રિજ કે એસી હોય તેવા લોકો પણ રાશનકાર્ડ બનાવડાવી શકે નહીં. આ સાથે જ કોઈ પરિવારમાં જો કોઈ સરકારી નોકરી કરતું હોય તો પણ તે રાશનકાર્ડ બનાવડાવી શકે નહીં. 

રાશનકાર્ડ માટે 2 લાખથી ઓછી આવક હોવી જોઈએ
રાશનકાર્ડ બનાવડાવા માટે ગામમાં પરિવારની આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જ્યારે શહેરોમાં વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. કોઈ પણ આવકવેરો ભરતું હોય તો તે રાશનકાર્ડ બનાવડાવી શકે નહીં. આ સાથે જ કોઈની પાસે જો લાઈસન્સી હથિયાર હોય તો તે પણ રાશનકાર્ડ માટે અયોગ્ય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news