હવામાન ખાતાએ આપ્યા રાહતના સમાચાર, આ વર્ષે વરસાદની ઘટ નહીં પડે
હવામાન ખાતાના વડાએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદની જે ઘટ છે તે પૂરી થઈ જશે. જેના કારણે દુષ્કાળની જે સંભાવનાઓ હતી તે હવે રહેશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં વરસાદની જે સંભાવનાઓ દેખાઈ રહી છે તેને જોતાં લાગે છે કે, જુન મહિનામાં શરૂ થયેલી ચોમાસાની ઋતુ પછી પ્રથમ બે મહિનામાં જે ઘટ રહી છે તે પૂરી થઈ જશે. બુધવારે દેશની સૌથી મોટી હવામાન સંસ્થાના વડાએ આ સંભાવના વ્યક્ત કરી છે. તેમનું આ અનુમાન કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે.
ભારતના હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ કે.જે. રમેશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "દેશમાં અત્યારે જે રીતે ચોમાસું જામ્યું છે તેનાથી ઘણો ફાયદો થયો છે. આગામી દિવસોમાં વરસાદની અત્યાર સુધી જે ઘટ હતી તે ધીમે-ધીમે ઓછી થઈ જશે."
ઉલ્લેખનીય છે કે, જુન મહિનાથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની ઋતુમાં પ્રારંભમાં જે ઘટ જોવા મળી રહી હતી તેના કારણે વ્યાપક દુષ્કાળની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. અનેક ઉનાળુ પાક સુકાઈ ગયાના પણ સમાચાર હતા. જોકે, ચોખા, શેરડી, મકાઈ, કપાસ અને સોયાબીનના પાક માટે હવે જે વરસાદ પડ્યો છે તે ફાયદાકારક રહેશે.
1 જુન, 2019થી 31 જુલાઈ, 2019 સુધી વરસાદ સરેરાશ કરતાં પણ 9 ટકા ઓછો પડ્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે શુક્રવાર સુધીમાં વરસાદની ઘટ 16 ટકાથી ઘટીને નીચે જતી રહેશે.
IMDના વડા રમેશે જણાવ્યું કે, અત્યારે હવામાન ખાતાનું જે પ્રકારનું અનુમાન છે તેને જોતાં ઓગસ્ટના અંત સુધીમાં વરસાદની જે ઘટ છે તે સંપૂર્ણ પૂરી થઈ જશે. ચોમાસાએ જે પ્રકારે ઝડપ પકડી છે તેને જોતાં ઋતુ પ્રમાણેનો સરેરાશ વરસાદ જરૂર આવી જશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે