Video: 'અસાની' વાવાઝોડાની અસરથી ઉછાળા મારતા આંધ્રના દરિયા કાંઠે આવ્યો સોને મઢેલો અદભૂત રથ

દેશના અનેક રાજ્યોમાં અસાની વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ તોફાન હવે આંધ્ર તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે એક નવાઈ પમાડે તેવી ઘટના ઘટી છે. વિસ્તારમાં તોફાનના કારણે સમુદ્રમાં પાણી હિલોળે ચડ્યા છે. આકાશને આંબતી લહેરો વચ્ચે ક્યાંકથી એક સોને મઢેલો રથ આવ્યો છે. આ રથ અંગે હજુ કોઈ માહિતી મળી શકી નથી. 
Video: 'અસાની' વાવાઝોડાની અસરથી ઉછાળા મારતા આંધ્રના દરિયા કાંઠે આવ્યો સોને મઢેલો અદભૂત રથ

Cyclone Asani: દેશના અનેક રાજ્યોમાં અસાની વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ તોફાન હવે આંધ્ર તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે એક નવાઈ પમાડે તેવી ઘટના ઘટી છે. વિસ્તારમાં તોફાનના કારણે સમુદ્રમાં પાણી હિલોળે ચડ્યા છે. આકાશને આંબતી લહેરો વચ્ચે ક્યાંકથી એક સોને મઢેલો રથ આવ્યો છે. આ રથ અંગે હજુ કોઈ માહિતી મળી શકી નથી. 

આ સોનાનો રથ શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી કાંઠે મળી આવ્યો છે. રથની કારીગરી જોતા તે મ્યાંમાર, થાઈલેન્ડ કે મલેશિયાથી તરતો તરતો અહીં પહોંચ્યો હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે વિસ્તારના એસપીએ કહ્યું કે કદાચ રથ બીજા દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે. 

SI Naupada says, "It might've come from another country. We've informed Intelligence & higher officials." pic.twitter.com/XunW5cNy6O

— ANI (@ANI) May 11, 2022

આ રથ દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેના પર સોનાની પરત છે. રથનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રથ સમુદ્રના પાણીમાં વહેતો વહેતો કાઠે પહોંચે છે. જેને સ્થાનિકો સમુદ્રમાંથી બહાર કાઢી રહ્યા છે. દોરડાથી બાંધીને રથને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news