કોર્ટનો આદેશ! રખડતું કૂતરું કરડી જાય તો હવે સરકારે આપવા પડશે 10 હજાર રૂપિયા
રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓમાં પીડિતોને વળતર આપવાનો આદેશ કર્યો છે. ‘પીડિતોને વળતર આપવું તે રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી’ રહેશે તેવું પણ કોર્ટે કહ્યું છે. તેથી પીડિતોને નાણાંકીય સહાય પ્રદાન કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્લીઃ શું તમે પણ રખડતા કુતરાના ત્રાંસથી પરેશાન છો? તો હાલમાં જ પંજાબ અને હરિયાણા માટે કોર્ટે કરેલાં એક આદેશને તમારે જાણવાની જરૂર છે. આ સમાચાર જાણીને તમે પણ કહેશો કે આપણાં ત્યાં પણ આવું કંઈક થાય તો સારું. જીહાં, રખડતા કુતરાના ત્રાસથી લોકોને બચાવવા અને સરકારને કડક પણે આ અંગે યોગ્ય આયોજન કરવા માટે કટ્ટિબદ્ધ કરવા કોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો છે. હવેથી જો કોઈને પણ રખડતું કુતરું કરડી જશે તો સરકારે તેને વળતરરૂપે 10 હજાર રૂપિયા ચુકવવા પડશે. આવો આદેશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કર્યો છે.
હાઈકોર્ટે જણાવ્યું છે કે, રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓમાં પીડિતોને વળતર આપવું તે રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય સરકાર વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું છે કે, રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓમાં પીડિતોને વળતર આપવું તે રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે જણાવ્યું કે શ્વાન કરડવાના કિસ્સામાં, નાણાંકીય સહાય તરીકે તમામ દાંતના નિશાન માટે 10,000 રૂપિયાનું વળતર આપવું પડશે.
પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતા સમયે જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. રખડતા પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ દ્વારા અનુસરવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ તંત્રને રખડતા પ્રાણીઓ (ગાય, બળદ, ગધેડા, શ્વાન, નીલગાય, ભેંસ વગેરે) દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે માટે સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવાનું રહેશે. કોર્ટે જણાવ્યું છે કે, "જરૂરી ડોક્યુમેન્ટ સાથે દાવો દાખલ કરવામાં આવે ત્યારથી ચાર મહિનાની અંદર સમિતિ દ્વારા વળતર બાબતે નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે જણાવ્યું છે કે, “રખડતા અથવા જંગલી જાનવરના કારણે થયેલા અકસ્માતની માહિતી મળે ત્યારે, SHO (સ્ટેશન ઈન્ચાર્જ) એ કોઈપણ મોડું કર્યા વગર DDR (ડેઈલી ડાયરી રિપોર્ટ) રજિસ્ટર કરવો પડશે. પોલીસ અધિકારી આ દાવાની ચકાસણી કરશે અને સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરવામાં આવશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ આપ્યો છે.
PUNJAB HIGH COURT ON DOG BITE પંજાબ હાઈકોર્ટ રખડતા શ્વાનનો આતંક રાજ્ય સરકાર દ્વારા વળતર COMPENSATION PER TOOTH MARK HARYANA HIGH COURT DOG BITE
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે