વડોદરાની પેરા સ્વિમરે ગોવામાં નેશનલ ચેમ્પિયનશીપમાં કરી મેડલની વણઝાર; આખા રાજ્યનું નામ કર્યું રોશન

વડોદરાના પેરા સ્વિમર ગરીમા વ્યાસ છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ કરે છે. ગરીમાએ સ્વિમિંગ શરૂ કર્યું તેનો આશય માત્ર હેલ્થ માટેનો હતો, પરંતુ પાણી તેને નાનપણથી ખૂબ ગમતુ હોવાથી પણ સ્વિમિંગ આવડતુ હતું, પરંતુ ક્યારેય કોમ્પિટીશન વિષે વિચાર્યુ નહોતું.

વડોદરાની પેરા સ્વિમરે ગોવામાં નેશનલ ચેમ્પિયનશીપમાં કરી મેડલની વણઝાર; આખા રાજ્યનું નામ કર્યું રોશન

રવિ અગ્રવાલ/વડોદરા: 16 વર્ષની ઉંમરે એક દુર્ઘટનામાં ગરિમા વ્યાસને સ્પાઈનાલ કોર્ડની ઇંજરી થઈ અને ત્યારબાદ ગરિમાએ પોતાની હેલ્થ માટે વિવિધ ગેમ રમવાનું શરૂ કર્યું. તેમાં સ્વિમિંગ પસંદ કરી અને ખેલ મહાકુંભ તેમજ રાજ્ય કક્ષા સહિત તાજેતરમાં ગોવામાં નેશનલ ચેમ્પિયનશીપમાં મેડલની વણઝાર કરી શહેર તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે. 

વડોદરાના પેરા સ્વિમર ગરીમા વ્યાસ છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ કરે છે. ગરીમાએ સ્વિમિંગ શરૂ કર્યું તેનો આશય માત્ર હેલ્થ માટેનો હતો, પરંતુ પાણી તેને નાનપણથી ખૂબ ગમતુ હોવાથી પણ સ્વિમિંગ આવડતુ હતું, પરંતુ ક્યારેય કોમ્પિટીશન વિષે વિચાર્યુ નહોતું. ગરિમાએ ઇન્જરી થયા પછી હેલ્થ પર્પસથી સ્વિમિંગ શરૂ કર્યું હતું તે વખતે લોઅર બોડીનો કોઇ કંટ્રોલ રહ્યો નહોતો, જેથી તેને અપર બોડીથી સ્વિમિંગ કરવાનું હતું. જેથી ખૂબ એક્સપિરીમેન્ટ બાદ સફળતા મળી અને અપરબોડીથી સ્વિમિંગ કર્યા બાદ ખેલ મહાકુંભ તેમજ નેશનલ રમવાની તક મળી અને સતત મોટીવેશનના કારણે લાઇફ સ્ટાઈલ બદલાઈ ગઈ.

કોલેજ લાઇફ, વર્ક લાઇફ અને સ્વિમિંગની સાથે બધું જ મેનેજ થવા લાગ્યું અને સતત સ્પર્ધામાં તક મળતા હંમેશા તે કોઈને કોઈ મેડલ મેળવતી હતી. તાજેતરમાં ગોવામાં રમાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. ગરિમાએ ખેલ મહાકુંભમાંથી 6 મેડલ મેળવ્યા છે તેમજ નેશનલ લેવલે 7 ગોલ્ડ ,1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ગરિમાની આગામી ઈચ્છા નેશનલ ચેમ્પિયનશિપ તેમજ પેરાલીમિપક રમવાનો છે.

ગરિમાને આ સફળતા મળવા પાછળ તે પોતાની હિંમતની સાથે સાથે પરિવારને પણ શ્રેય આપે છે. તેના માતા પિતા હંમેશા સપોર્ટ કરે છે અને દુર્ઘટના બાદ તેમના માતા સીએ હોવા છતા પોતાના કેરિયર છોડી અને દીકરીની સેવા અને સપોર્ટ માટે હંમેશ તત્પર રહે છે. 

આજે પણ ગરિમાની માતા દીકરી જ્યાં રમવા જાય ત્યાં હંમેશા તેનો પડછાયો બની સાથે ઉભા રહે છે અને પોતાની દીકરી ને સતત હિંમત આપે છે અને આજે દીકરીના આ સફળતાને જોઈ માતા પણ પોતાની જાત ને ખુશનસીબ માને છે પોતાની દીકરી ને લઈ તેઓ ગર્વ અનુભવે છે. ગરિમાની માતાની ઈચ્છા પણ દીકરી હજુ પણ આગળ વધે અને આનાથી વધુ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરે એવી આશા રાખે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news