Garba: નવરાત્રિમાં ગરબા રમવા હોય તો હવે ઓળખ પત્ર સાથે રાખવું જરૂરી!, જાણો શું છે મામલો 

Garba Dance Rule in Bhopal:  ભાજપના નેતા સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત અનેક હિન્દુવાદી સંગઠન સતત ગરબા આયોજનોમાં લવ જેહાદનો આરોપ લગાવતા રહ્યા છે. તેમનું કહેવું છે કે અસામાજિક પ્રવૃત્તિના મુસ્લિમ યુવાઓ ખોટી દાનતથી આ સમારોહમાં પ્રવેશે છે અને છોકરીઓની છેડતી કરે છે. તેઓ જિલ્લા પ્રશાસન પાસે સતત માંગણી કરી રહ્યા હતા કે ગરબા સમારોહમાં આઈકાર્ડથી એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવે. 

Garba: નવરાત્રિમાં ગરબા રમવા હોય તો હવે ઓળખ પત્ર સાથે રાખવું જરૂરી!, જાણો શું છે મામલો 

Garba Dance Rule in Bhopal: નવરાત્રિ પર્વ દરમિયાન થનારા ગરબા કાર્યક્રમોમાં અસામાજિક તત્વોને ઘૂસતા રોકવા માટે મધ્ય પ્રદેશમાં મોટો નિર્ણય લેવાયો છે. ભોપાલના જિલ્લા કલેક્ટર તરફથી બહાર પડેલા આદેશ મુજબ ગરબા કાર્યક્રમમાં સામેલ થવા માટે હવે લોકોએ ફોટાવાળા આઈડી કાર્ડને સાથે રાખવું પડશે. જો તેમની પાસે ફોટો આઈડી કાર્ડ નહીં હોય તો તેમને સમારોહમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિર્ણયનું જ્યાં ભાજપે સ્વાગત કર્યું છે ત્યાં કોંગ્રેસે હંમેશાની જેમ તેનો વિરોધ કર્યો છે. 

ભોપાલ કલેક્ટરનો આદેશ
ભોપાલના જિલ્લા કલેક્ટર અવિનાશ લવાનિયા તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે તમામ ગરબા આયોજનોમાં આઈ કાર્ડ જોઈને જ પ્રવેશ આપવામાં આવશે. જો કોઈની પાસે આઈ કાર્ડ નહીં હોય તો તેને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં. જિલ્લામાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે પ્રશાસન તરફથી ગરબા આયોજનોમાં આઈકાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે. 

ભાજપના નેતા કરતા હતા માંગણી
અત્રે જણાવવાનું કે ભાજપના નેતા સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત અનેક હિન્દુવાદી સંગઠન સતત ગરબા આયોજનોમાં લવ જેહાદનો આરોપ લગાવતા રહ્યા છે. તેમનું કહેવું છે કે અસામાજિક પ્રવૃત્તિના મુસ્લિમ યુવાઓ ખોટી દાનતથી આ સમારોહમાં પ્રવેશે છે અને છોકરીઓની છેડતી કરે છે. તેઓ જિલ્લા પ્રશાસન પાસે સતત માંગણી કરી રહ્યા હતા કે ગરબા સમારોહમાં આઈકાર્ડથી એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવે. રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીએ પણ ગરબામાં આઈકાર્ડ ફરજિયાત રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. ત્યારબાદ ભોપાલ કલેક્ટરે આ નિર્ણય લીધો. 

બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે આનંદ ઉત્સવની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણજીના સમયે આ પ્રકારના મંત્રીઓ ન હતા કે ન આધાર કાર્ડ હતા કે ન તો આવા ફરમાન હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં તેને જાહેર રૂપે જ મનાવવામાં આવે છે. ભાજપના જન્મ પહેલેથી જ તમામ સમાજના લોકો ગરબામાં સામેલ થતા આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news