World Air Quality Report 2020: વિશ્વના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 22 ભારતના, દિલ્હી નંબર-1
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વાયુ ગુણવત્તામાં સુધાર છતાં દિલ્હી વિશ્વનું 10મું સૌથી પ્રદૂષિત શહેર છે. તો દુનિયાના સૌથી પ્રદૂષિય રાષ્ટ્રીય રાજધાનીઓના લિસ્ટમાં દિલ્હી ટોપ પર છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ- 2020 (World Air Quality Report 2020) પ્રમાણે વિશ્વના સૌથી 30 પ્રદૂષિત શહેરોમાં 22 ભારતના છે. તો દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાષ્ટ્રીય રાજધાની (World's Most Polluted Capital) છે. આ રિપોર્ટ વાયુ પ્રદૂષણ (Air Pollution) ના સંબંધમાં છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019થી 2020 સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તામાં લગભગ 15 ટકાનો સુધાર થયો છે. આ રિપોર્ટ સ્વિસ સંગઠન IQAir એ જારી કર્યો છે.
વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વાયુ ગુણવત્તામાં સુધાર છતાં દિલ્હી વિશ્વનું 10મું સૌથી પ્રદૂષિત શહેર છે. તો દુનિયાના સૌથી પ્રદૂષિય રાષ્ટ્રીય રાજધાનીઓના લિસ્ટમાં દિલ્હી ટોપ પર છે.
આ પણ વાંચો- શરદ પવારની હાજરીમાં NCP માં સામેલ થયા પીસી ચાકો, થોડા દિવસ પહેલા છોડ્યો હતો કોંગ્રેસનો સાથ
દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સૌથી પ્રદૂષિત
દિલ્હી સિવાય વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ, બુલંદશહર, બિસરખ જલાલપુર, નોઇડા, ગ્રેટર નોઇડા, કાનપુર, લખનઉ, મેરઠ, આગરા અને મુઝફ્ફરનગર સામેલ છે. રાજસ્થાનનું ભિવાડી અને હરિયાણાના ફરીદાબાદ, ઝીંદ, ગુરૂગ્રામ, યમુના નગર, રોહતક અને ઘરૂહેડા સામેલ છે. બિહારનું મુઝફ્ફરપુર પણ વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી એક છે.
ચીનનું શિનજિયાંગ શહેર ટોપ પર
વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાં ચીનનું શિનજિયાંગ (Xinjiang) ટોપ પર છે, ત્યારબાદ 9 ભારતીય શહેર છે. ગાઝિયાબાદ વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ ક્રમશઃ બુલંદશહર, બિસરખ જલાલપુર, નોઇડા, ગ્રેટર નોઇડા, કાનપુર, લખનઉ અને ભિવાડી છે. આ લિસ્ટમાં દિલ્હી દસમાં નંબર પર છે.
આ આધાર પર તૈયાર કરવામાં આવ્યો રિપોર્ટ
IQAir ના રિસર્ચરોએ ગ્રાઉન્ડ મોનિટરિંગ સ્ટેશન દ્વારા 106 દેશોથી મળેલા પીએમ 2.5 (μg/m³) ના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પીએમ2.5 PM (μg/m³) હવામાં ઓગળેલા ખૂબ જ નાના કણો હોય છે, જેને માત્ર માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. શ્વાસ લેવા દરમિયાન આ કણ સરળતાથી ફેફસા સુધી પહોંચી જાય છે. જે ખુબ નુકસાનકારક હોય છે. તે આગળ ચાલીને ફેફસા અને હ્યદય સાથે જોડાયેલી બીમારીઓનું કારણ બને છે. જો કોઈ શહેરનું PM2.5 (μg/m³)- 12 થી ઓછું થાય તો તે શહેરમાં હવાની ગુણવત્તાને સારી માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે