212 લોકસભા ક્ષેત્ર, 19567 કિમીની યાત્રા, 16 ઓગસ્ટથી જન આશીર્વાદ લેવા નિકળશે BJP ના નવા મંત્રી
ભાજપના મહાસચિવ તરૂણ ચુગે સંવાદદાતાઓને કહ્યુ કે રાજ્ય મંત્રી 16-18 ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જ્યારે કેબિનેટ મંત્રી 19-21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પરિષદમાં હાલમાં સામેલ થયેલા અને પદ ગ્રહણ કરી ચુકેલા ભાજપના 39 મંત્રી 16 ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) શરૂ કરશે. આ દરમિયાન મંત્રી 212 લોકસભા ક્ષેત્રોમાં જશે અને 19,567 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. બધા મંત્રી ત્રણ દિવસ અલગ-અલગ યાત્રા કરશે. રાજ્યમંત્રી 16-18 ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જ્યારે કેબિનેટ મંત્રી 19-21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે.
પાછલા મહિને મંત્રીપરિષદનો વિસ્તાર કર્યા બાદ પાર્ટીએ નવા મંત્રીઓને લોકો સુધી પહોંચાડવા માટે આ યાત્રાની જાહેરાત કરી હતી. આ કવાયતનો સમન્વય કરી રહેલા ભાજપના મહાસચિવ તરૂણ ચુગે સંવાદદાતાઓને કહ્યુ કે રાજ્ય મંત્રી 16-18 ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જ્યારે કેબિનેટ મંત્રી 19-21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે. પાર્ટીએ દરેક નવા મંત્રીને પોતાના ક્ષેત્ર સિવાય ત્રણ લોકસભા ક્ષેત્ર અને રાજ્યના ચાર જિલ્લાની યાત્રા કરવા માટે કહ્યું છે.
ચુગે કહ્યુ કે, આ યાત્રા 19 રાજ્યો અને 265 જિલ્લામાંથી પસાર થશે. તેમણે કહ્યું કે મંત્રી લોકોને મળી સરકારની સિદ્ધિઓ અને ખાસ કરીને ગરીબો માટે કરેલા કામની માહિતી આપશે. ભાજપ મહાસચિવે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ મંત્રીપરિષદના વિસ્તાર દરમિયાન સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપ્યું છે.
ઉત્તરાખંડમાં થશે ચૂંટણી અભિયાનનો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી 17 ઓગસ્ટથી આશીર્વાદ યાત્રાની સાથે ઉત્તરાખંડમાં પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. નૈનીતાલથી રાજ્ય મંત્રી અજય ભટ્ટ રાજકીય અભિયાનની શરૂઆત હરિદ્વારના નરસૈન સરહદથી કરશે. આ યાત્રા મંગલૌર, રૂડકી, ભગવાનપુર, મોહંદ, દથ કાલી મંદિરથી થતા દહેરાદૂન ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચશે. 18 ઓગસ્ટના યાત્રા ઋષિકેશ અને હરિદ્વાર તરફ પ્રસ્થાન કરશે, જ્યાંથી તે ઉધમસિંહ નગર, નૈનીતાલ તરફ જશે અને આગામી દિવસે અલ્મોડામાં સમાપ્ત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે