આ 2 લોકોએ ઇઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા? NIA જારી કર્યા CCTV ફુટેજ

આ વીડિયોમાં બે યુવકોને દૂતાવાસની બહાર ફરતા જોઈ શકાય છે. એક યુવકે બ્લૂ કલરનો શર્ટ પહેર્યો છો અને બીજાએ કાળા કલરની જેકેટ. તેની પાસે એક બેગ પણ છે. 
 

આ 2 લોકોએ ઇઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા? NIA જારી કર્યા CCTV ફુટેજ

નવી દિલ્હીઃ આ વર્ષે 29 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસની બહાર એક ધમાકો થયો હતો. આ હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી  (NIA) કરી રહી છે. આ હુમલા પહેલા દૂતાવાતની બહાર બે શંકાસ્પદો જોવા મળ્યા હતા. બન્ને સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. એનઆઈએ આજે સીસીટીવી ફુટેજ જારી કર્યાં છે. 

આ વીડિયોમાં બે યુવકોને દૂતાવાસની બહાર ફરતા જોઈ શકાય છે. એક યુવકે બ્લૂ કલરનો શર્ટ પહેર્યો છો અને બીજાએ કાળા કલરની જેકેટ. તેની પાસે એક બેગ પણ છે. સીસીટીવી ફુટેજથી હાલ તે પુષ્ટિ થઈ રહી નથી કે બોમ્બ આ બન્નેએ રાખ્યા છે. પરંતુ બન્નેની હાલ-ચાલ શંકાસ્પદ લાગી રહી છે. 

(Video source: NIA) pic.twitter.com/KS1jIcKSkJ

— ANI (@ANI) June 15, 2021

તમને જણાવી દઈએ કે ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા ધમાકાની તપાસ માટે મોસાદની ટીમ પણ દિલ્હી પહોંચી હતી. શરૂઆતી તપાસમાં હુમલાની પાછળ ઈરાનનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દૂતાવાસની બહાર બોમ્બ રાખવામાં આવ્યા હતા તેની તીવ્રતા ઓછી હતી. 

એફઆઈઆરમાં લખવામાં આવ્યું હતું- દિલ્હી પોલીસના સ્પશિયલ સેલમાં સાંજે 5.20 કલાકે તે સૂચના મળી કે ધમાકો થયો છે. આ ધમાકો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રોડ પર જિંદલ હાઉસ, બંગલા નંબર 5ની પાસે થયો. આઈઈડી ધમાકાને કારણે રસ્તા પર તાડના ઝાડની પાસે ખાડો થઈ ગયો. ધમાકાને કારણે ત્રણ ગાડીઓના કાચ તૂટી ગયા. હુમલામાં વિદેશી એન્ગલ સામે આવ્યા બાદ સરકારે તેની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news