અત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત
Trending Photos
નવી દિલ્હી: બલ્લભગઢ (Ballabhgarh) ના નીકિતા હત્યાકાંડ (Nikita Murder Case) ના આરોપી તૌસીફે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેણે વેબ સિરીઝ 'મિર્ઝાપુર' જોયા બાદ જ નીકિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આ સીરિઝમાં મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા) પણ એકતરફી પ્રેમમાં એક યુવતી સ્વીટી (શ્રેયા પિલગાંવકર)ને ગોળી મારી દે છે અને ત્યારબાદ તેનું મોત થઈ જાય છે.
ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢમાં સોમવારે પરીક્ષા આપીને પાછી ફરી રહેલી બીકોમની તૃતિય વર્ષની વિદ્યાર્થીની 21 વર્ષની નીકિતાની ગોળી મારીને હત્યા કરી દેવાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. હત્યાનો આરોપ નૂહથી કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ અહેમદના પિતરાઈ ભાઈ તૌસિફ પર છે. તૌસીફે પોલીસ સામે કબૂલાત કરી લીધી છે કે તેણે નીકિતાની હત્યાની યોજના વેબ સિરીઝ 'મિર્ઝાપુર' જોયા બાદ જ બનાવી હતી.
હકીકતમાં તૌસીફ નીકિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. આથી તે કોલેજ બહાર નીકિતાને લઈ જવીા માટે તેની રાહ જોઈને ઊભો હતો. જેવી નીકિતા કોલેજમાંથી બહાર આવી કે તૌસીફ તેને જબરદસ્તીથી કારમાં બેસાડવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ નીકિતાએ ના પાડી અને તેનો વિરોધ કર્યો. ત્યારબાદ આરોપીએ નીકિતાને ગોળી મારી દીધી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
તપાસ માટે SITની રચના
આ અગાઉ ગુરુવારે નીકિતા હત્યાકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી. પોલીસ કમિશનર ઓપી સિંહે DCP (ક્રાઈમ)ની દેખરેખમાં SITની રચના કરી છે. ACP (ક્રાઈમ) અનિલ યાદવ SITના અધ્યક્ષ હશે અને આ ટીમમાં 4 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
SIT ટીમમાં ક્રાઈમ બ્રાન્ચ પ્રભારી અનિલ, સબ ઈન્સ્પેક્ટર રામવીર, ASI કેપ્ટન સિંહ અને હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર છે. કેસના મુખ્ય આરોપી તૌસીફને ગેરકાયદેસર દેસી તમંચો અપાવનારા અજરૂ સહિત બંનેને કોર્ટમાં રજુ કરાયા બાદ જેલમાં મોકલી દેવાયા છે.
આરોપી અજરૂને નૂહથી ધરપકડ કરાયો છે. આ વારદાતમાં ઉપયોગમાં લેવાયેલી ગાડી સોહના રોડથી મળી આવી હતી. તપાસ પૂરી થયા બાદ આરોપીઓને કડક સજા અપાવવા માટે ચાર્જશીટ જલદી કોર્ટમાં દાખલ કરાશે. બંને આરોપીઓ તૌસીફ અને રેહાનને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ દરમિયાન વારદાતમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ગાડી જપ્ત કરી લેવાયા છે. આ સાથે હથિયાર આપનારાની પણ ધરપકડ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે