Old Pension Scheme: સરકારી કર્મચારીઓ આનંદો, મોદી સરકારે લાગૂ કરી જૂની પેન્શન યોજના!
Old Pension Scheme Latest Update: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોવ કે તમારા પરિવારમાં કોઈ કેન્દ્રીય કર્મચારી હોય તો જૂની પેન્શન યોજના અંગે મોટી અપડેટ આવી છે. જે મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓને પણ જૂની પેન્શન મળવાનું શરૂ થઈ જશે. સરકારે શુક્રવારે એક આદેશ બહાર પાડીને કહ્યું કે આખરે કોને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વિસ્તારથી જાણો કે આ નિર્ણયથી કયા કર્મચારીઓને લાભ થશે.
Trending Photos
Old Pension Scheme Latest Update: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોવ કે તમારા પરિવારમાં કોઈ કેન્દ્રીય કર્મચારી હોય તો જૂની પેન્શન યોજના અંગે મોટી અપડેટ આવી છે. જે મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓને પણ જૂની પેન્શન મળવાનું શરૂ થઈ જશે. સરકારે શુક્રવારે એક આદેશ બહાર પાડીને કહ્યું કે આખરે કોને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વિસ્તારથી જાણો કે આ નિર્ણયથી કયા કર્મચારીઓને લાભ થશે.
સરકારે આદેશમાં મૂકી આ શરત
સરકાર તરફથી આ મોટું પગલું લેવામાં આવતા કેન્દ્રીય કર્મચારીઓના મર્યાદિત સમૂહને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. કાર્મિક મંત્રાલય તરફથી અપાયેલા આદેશમાં કહેવાયું છે કે 22 ડિસેમ્બર 2003 અગાઉ વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો માટે કેન્દ્રીય સેવાઓમાં સામેલ થનારા કર્મચારીઓને એકવાર ફરીથી જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવામાં આવશે.
આ તારીખ રાખો ધ્યાનમાં
22 ડિસેમ્બર 2003થી જ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) ને અધિસૂચિત કરાઈ હતી. એવા કર્મચારીઓ કે જે કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ જૂની પેન્શન માટે યોગ્ય છે. આ વિકલ્પના માધ્યમથી ઓપીએસ પસંદ કરવા માટે કર્મચારીઓ પાસે 31 ઓગસ્ટ સુધીનો સમય છે. આ આદેશ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) કર્મીઓ અને એવા અન્ય કેન્દ્રીય કર્મચારીઓ પર લાગૂ થશે. જે 2004માં સેવાઓમાં જોડાયા હતા. હકીકતમાં ભરતી પ્રક્રિયામાં વિલંબ પ્રશાસનિક કારણોથી થયું હતું.
સરકાર પર બિનજરૂરી નાણાકીય બોજ પડશે
સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલાં બાદ કર્મચારીઓના એનપીએસના યોગદારને સામાન્ય ભવિષ્ય નિધિ (GPF) માં જમા કરવામાં આવશે. ભાજપના નેતૃત્વવાળી સરકાર તરફથી કહેવાયું છે કે જૂની પેન્શન યોજના (OPS) ને બહાલ કરવાથી સરકાર પર બિનજરૂરી નાણાકીય બોજ પડશે. આ અગાઉ છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ શાસિત રાજ્યો પહેલેથી જ ઓપીએસને બહાલ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
સરકાર એક પણ કેસ જીતી શકી નહી
અત્રે જણાવવાનું કે 31 જાન્યુઆરી સુધી એનપીએસ હેઠળ 23,65,693 કેન્દ્રીય કર્મચારીઓ અને 60,32,768 રાજ્ય સરકારના કર્મચારીઓ નામાંકિત હતા. એક સીનિયર ઓફિશિયલે કહ્યું કે 'આ મામલે સરકાર તરફથી કરાયેલા ઘણા કેસ બાદ સરકાર તરફથી આ નિર્ણય લેવાયો. દેશભરની કોર્ટમાં અનેક કેસ થયા જેમાં સરકાર એક પણ કેસ જીતી શકી નહીં.'
સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું કે જે કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના વિકલ્પને ઉપયોગ કરવા પાત્ર છે પરંતુ જો તેઓ અંતિમ તારીખ (31 ઓગસ્ટ) સુધીમાં આ વિકલ્પનો ઉપયોગ નહીં કરે તો તેમને NPS (રાષ્ટ્રીય પેન્શન યોજના) હેઠળ કવર કરવાનું ચાલુ રહેશે. આદેશમાં એમ પણ કહેવાયું કે એકવાર પસંદ કરેલો વિકલ્પ અંતિમ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે