કરતારપુર બાદ શારદાપીઠ કોરિડોરને પણ મંજુરી, આ મંદિર કાશ્મીરી પંડિતો માટે છે ખાસ

કાશ્મીરી પંડિતોની આસ્થાનાં પ્રતિક તેવા શારદાપીઠ મંદિરના કોરિડોરને પાક.ની મંજુરી મળી ગઇ હોવાનું પાકિસ્તાની મીડિયામાં સમાચાર વહેતા થયા છે

કરતારપુર બાદ શારદાપીઠ કોરિડોરને પણ મંજુરી, આ મંદિર કાશ્મીરી પંડિતો માટે છે ખાસ

નવી દિલ્હી : શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પહેલા ગુરૂ નાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવું હવે સરળ બનશે, તેના માટે ભારત અને પાકિસ્તાન માટે કરતારપુર કોરિડોર બનાવવાનો નિર્ણય લેવાઇ ચુક્યો છે. બંન્ને દેશોના આ નિર્ણયના કારણે શીખ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગુરૂદ્વારા નનકાના સાહિબ જવું સરળ થઇ જશે. આ સાતે જ પાકિસ્તાને હવે શારદા પીઠ કોરિડોરને ખોલવાનો પણ નિર્ણય લીધો છે. 

— ANI (@ANI) March 25, 2019

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સરકારે શારદા પીઠ કોરિડોરને ખોલવાને લીલી ઝંડી દેખાડી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા લાંબા સમયથી શારદા પીઠ ખોલવાની માંગ કરવામાં આવી રહી છે. આ એક ખુબ જ મહત્વપુર્ણ મંદિર છે જે લાઇન ઓફ કંટ્રોલ (LoC)માં આવે છે. એટલું જ નહી જમ્મુ કાશ્મીરની મુખ્યધારામાં રહેલા રાજનીતિક દળો જેમ કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પણ આ મુદ્દે અવાજ ઉઠાવી ચુક્યું છે. 

કાશ્મીરી પંડિતોની આસ્થાનાં પ્રતિક એવા શારદ પીઠની હાલત જો કે અત્યંત ખસ્તા છે. પાકિસ્તાન તાબાના કાશ્મીરમાં રહેલ આ મંદિરની સ્થિતી ખુબ જ દયનીય છે. એક સમયના ખુબ જ ભવ્ય અને કાશ્મીરી પંડિતોની આસ્થાના પ્રતિક તેવા આ મંદિરની સ્થિતી હાલ ખંડેર થઇ ચુકી છે. અહીં એક નાનકડી દેરી રહી છે. બાકીનું તમામ મંદિર કાં તો તુટી પડ્યું છે અથવા તો તોડી પાડવામાં આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news