પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પર વિરોધ વ્યક્ત કરનાર પાકિસ્તાનને વિદેશ મંત્રાલયે આપ્યો વળતો જવાબ
પાકિસ્તાનને લઈને ભારતના વલણમાં ફેરફારના મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલ પર બાગચીએ કહ્યુ કે ભારતનું વલણ ખુબ સુધી છે કે એવો માહોલ હોવો જોઈએ જેમાં આતંકવાદ ન હોય. શાંતિપૂર્ણ માહોલમાં વાતચીત થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીના જમ્મુ-કાશ્મીર પર નિવેદન આપનાર પાકિસ્તાનને ભારતે વળતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે કહ્યુ કે પાકિસ્તાનને પ્રધાનમંત્રી મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાને પ્રધાનમંત્રી મોદી તરફથી ચિનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણની આધારશિલા રાખવા પર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ સિંધુ જળ સંધિનું પ્રત્યક્ષ ઉલ્લંઘન છે.
પાકિસ્તાનને લઈને ભારતના વલણમાં ફેરફારના મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલ પર બાગચીએ કહ્યુ કે ભારતનું વલણ ખુબ સુધી છે કે એવો માહોલ હોવો જોઈએ જેમાં આતંકવાદ ન હોય. શાંતિપૂર્ણ માહોલમાં વાતચીત થઈ શકે છે. અમારો મુખ્ય મુદ્દો હંમેશાથી આ રહ્યો છે. આ અમારી યોગ્ય માંગ છે.. તેમાં કોઈ ફેરફાર નથી.
Pakistan has no locus standi to comment on PM Modi's visit to Jammu & Kashmir: Arindam Bagchi, MEA spokesperson pic.twitter.com/CHccclEraE
— ANI (@ANI) April 28, 2022
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રવિવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા. તેમણે આ યાત્રા દરમિયાન રતલે અને ક્વાર જળવિદ્યુત પરિયોજનાઓની આધારશિલા રાખી હતી. કિશ્તવાડમાં ચિનાબ નદી પર 850 મેગાવોટની રતકે અને 540 મેગાવોટની ક્વાર જળવિદ્યુત પરિયોજનાનું નિર્માણ કરવાનું છે. આ પરિયોજનામાં ક્રમશઃ 5300 કરોડ અને 4500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે. પીએમ મોદીના પ્રવાસથી ડરેલા પાકિસ્તાને તેને ઘાટીમાં સામાન્ય સ્થિતિ દેખાડવાની ચાલ ગણાવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીની નાગરિકોને પર્યટન વીઝા જારી ન કરવાનો મુદ્દા પર પણ સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું કે, ચીનના શાંઘાઈ જેવા શહેરોમાં કોરોના મહામારીની સ્થિતિથી માહિતગાર છીએ. ચીન માટે પર્યટન વીઝા ફરી શરૂ કરવાનો યોગ્ય સમય નથી. ચીને સ્વયં ભારતીયોને વીઝા જાહેર કર્યા નથી. તે 2020થી સસ્પેન્ડ છે.
અરિંદમ બાગચીએ કહ્યુ કે વંદે ભારત (ટ્રેન) ના કેટલાક પાર્ટ્સ યુક્રેનમાં બન્યા છે. યુક્રેનમાં લડાઈને કારણે ડિલીવરી શેડ્યૂલ પ્રભાવિત થયું છે. અમે સમય પર ડિલીવરીના વિકલ્પોને શોધી રહ્યાં છીએ. આ મુદ્દે રેલ મંત્રાલય યોગ્ય વિગત આપશે. મહત્વનું છે કે હાલમાં પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતે યુક્રેનની કંપનીને 36 હજાર પૈંડાના સેટનો ઓર્ડર આપ્યો હતો. યુક્રેનમાં ચાલી રહેલી લડાઈથી તેના પર અસર પડી છે. હાલ 128 પૈંડાને રોમાનિયાથી લાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે