UNમાં કારમી હારથી ધૂંધવાયેલા પાકિસ્તાને J&Kના નૌશેરામાં મોર્ટાર છોડ્યા, જવાન શહીદ
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું. પકિસ્તાની સેનાએ વિસ્તારમાં મોર્ટાર છોડ્યાં. પાકિસ્તાની સેનાએ આ ફાયરિંગ સવારે 6.30 વાગે શરૂ કર્યું. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. પરંતુ આ ફાયરિંગમાં ભારતીય સેનાના લાન્સનાયક સંદીપ થાપા શહીદ થયા છે.
Indian Army: Lance Naik Sandeep Thapa has lost his life in ceasefire violation by Pakistan in Nowshera Sector, Rajouri; firing underway. #JammuAndKashmir pic.twitter.com/guCG4i1hgj
— ANI (@ANI) August 17, 2019
ગુરુવારે પણ પાકિસ્તાને કાશ્મીરના ઉરી, રાજૌરી, અને કેજી સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કર્યો હતો અને હેવી ફાયરિંગ કર્યું હતું. પરંતુ તેને ત્યાં પણ હારનો સામનો કરવો ડ્યો અને ભારતની જવાબી કાર્યવાહીમાં તેના 4 સૈનિકો માર્યા ગયાં. ભારતે પાકિસ્તાનના બંકરો સુદ્ધા તબાહ કરી નાખ્યાં. કહેવાય છે કે ફાયરિંગની આડમાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 અને 35એ હટાવ્યા બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ આ મામલાને ઉઠાવ્યો પરંતુ ચીનને બાદ કરતા તમામ દેશોએ ભારત સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે