ડાકોર મંદિરમાં બદલાઈ વર્ષો જૂની પરંપરા, ઉત્તરાયણથી કરી નવી પરંપરાની શરૂઆત

Dakor Temple Donation Rituals Change : રણછોડરાયજી મંદિર ખાતે પ્રતિ વર્ષ ઉત્તરાયણ પર્વ પર પાંચ ગાયનું દાન કરવામાં આવે છે. જોકે આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ગાયોનું દાન કરવામાં આવ્યું નથી. ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ મંદિરની વર્ષો જૂની પરંપરા તૂટી

ડાકોર મંદિરમાં બદલાઈ વર્ષો જૂની પરંપરા, ઉત્તરાયણથી કરી નવી પરંપરાની શરૂઆત

Dakor Mandir Kheda News : સમય સાથે નિયમો બદલાતા રહે છે. પરંપરા બદલાતી રહે છે. પ્રથાઓ બદલાતા રહે છે. બદલાવ જરૂરી છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર દ્વારા વર્ષો જૂની પરંપરામાં બદલાવ કરવામાં આવ્યો છે. મંદિર કમિટીએ ગૌદાનની પ્રથા આ વર્ષે બંધ રાખી માત્ર ગૌપૂજન જ કર્યું હતું. હવે ગાયના બદલે બળદની જોડીનું ખેડૂતોને દાન કરવા કમિટીએ નિર્ણય કર્યો છે.

ભારતીય શાસ્ત્રોમાં મકર સંક્રાંતિએ દાનનું મોટું મહત્વ રહ્યું છે. આ દિવસે લોકો દાનધર્મ કરતા હોય છે. ત્યારે ડાકોરના રણછોડરાયજીમંદિરમાં પણ વર્ષોથી પાંચ ગાયોનું દાન કરવાની પ્રથા હતી. આ પરંપરા મુજબ, દર વર્ષે મંદિર દ્વારા જરૂરિયાતમંદ પશુપાલક પરિવારોને પાંચ ગાયોનું દાન કરવામાં આવતું હતું. 

મંદિરની વર્ષો જૂની પરંપરા બદલવામાં આવી 
જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરામાં આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે. આ મકરસંક્રાંતિએ પહેલીવાર આ પ્રથા તૂટી હતી. વર્ષોથી ચાલતી પરંપરા આ વર્ષે તૂટી છે. કહેવાય છે કે, આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા ગાયોના પાલન પોષણનું બહાનું આગળ ધરી આ દાન બંધ કરવામાં આવ્યું છે. મંદિર કમિટીએ ગૌદાનની પ્રથા આ વર્ષે બંધ રાખીને માત્ર ગૌપૂજન જ કર્યું છે. હવે ગાયના બદલે બળદની જોડીનું ખેડૂતોને દાન કરવા કમિટીએ નિર્ણય કર્યો છે. 

પ્રથામાં કેમ કરાયો બદલાવ
ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી. દવેએ જણાવ્યું હતું કે, અગાઉ જે ગાયોનું દાન અપાયું હતું તે દાન લેનારાના જણાવ્યા પ્રમાણે દાનમાં આવેલી ગાયો ગૌશાળા છોડી જતી નથી. ઘણીવાર ખોરાક બંધ કરી દે છે. ગૌધનનો સમૂહ જોવા નહીં મળતા થોડા જ સમયમાં જ મૃત્યુ પામે છે. જેને લીધે મંદિર દ્વારા દાન પ્રથા બંધ રાખી ભંડારી મહારાજના હસ્તે ગૌપૂજા કરી ગાયોને પાછી ગૌશાળા મોકલી અપાઈ હતી. હવે ગૌદાન પ્રાથાની જગ્યાએ ખેડૂત પુત્રને બળદની જોડીનું દાન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ડાકોર ટેમ્પલમાં અવારનવાર વિવાદો ચાલતા રહ્યા છે. અગાઉ જ વીવીઆઈપી દર્શનના લઈને વિવાદ થયો હતો. તે પછી આસપાસની સ્વચ્છતાને લઈને અને હવે મકરસંક્રાંતિને લઈને ચાલતી પરંપરાને લઈને પણ વિવાદ ઊભો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news