'આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો છે', સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ કરીના કપૂરની પ્રથમ પ્રતિક્રિયા
Kareena Kapoor on Saif Ali Khan Attack: અભિનેતા સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરીની રાત્રે ચાકુથી હુમલો થયો હતો. ત્યારબાદ સૈફની પત્ની કરીના કપૂરની પ્રથમ પોસ્ટ સામે આવી છે. તેણે ફેન્સને વિનંતી પણ કરી છે.
Trending Photos
Kareena Reaction on Saif Attack: પતિ સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને કરીના કપૂર ન માત્ર પરેશાન છે પરંતુ તે દુખી પણ છે. અભિનેત્રી આ સમયે સૈફની સાથે હોસ્પિટલમાં છે. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે જેમાં તે પરેશાન જોવા મળી રહી છે. હવે આ ઘટના પર અભિનેત્રી કરીના કપૂર ખાનએ નિવેદન આપ્યું છે. અભિનેત્રીએ આ ઘટના પર પોતાનું મૌન તોડતા એક પોસ્ટ કરી છે.
અટકળો ન લગાવો
કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- આ દિવસ અમારા લોકો માટે મુશ્કેલભર્યો રહ્યો. અમે આ દુર્ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે લોકો મુશ્કેલીમાં છીએ. તેથી હું પૈપરાજી અને મીડિયાને વિનંતી કરુ છું કે તે કોઈ પ્રકારની અટકળો ન લગાવે.
પ્રાઇવેસીનું કરે સન્માન
આગળ અભિનેત્રીએ લખ્યું- અમે તમારા લોકોના સમર્થન અને ચિંતા માટે આભારી છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી પ્રાઇવેસીનું સન્માન કરો. આપણે લોકોને એટલો સમય આપીએ કે તે આ મુશ્કેલ સમયનો મજબૂતીથી સામનો કરે અને એક મજબૂત પરિવારની જેમ બધુ હેન્ડલ કરે. હું તમારો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. કરીના કપૂર ખાન.
મેડને બનાવી લીધી હતી બંધક
સૈફને ચાકુ મારવાના મામલામાં નોંધાયેલી એફઆઈઆરથી મેડના નિવેદનનો ખુલાસો થયો છે. મેડના નિવેદન પ્રમાણે હુમલો કરનાર રાત્રે આશરે બે કલાકે આવ્યો હતો. હુમલો કરનાર ઝેહના રૂમમાં પહોંચી ગયો હતો અને તેણે મને બંધક બનાવી લીધી હતી. ત્યારબાદ એક કરોડની ખંડણી માગી હતી. ત્યારબાદ તેણે સૈફ અને મેડ પર ચાકુથી હુમલો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે