PAK નેવીએ ભારતીય માછીમારની કરી હત્યા, સરકારે પાક રાજદ્વારીને પાઠવ્યું સમન્સ

ગુજરાત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA)ના 10 સૈનિકો વિરુદ્ધ FIR નોંધી છે.
 

PAK નેવીએ ભારતીય માછીમારની કરી હત્યા, સરકારે પાક રાજદ્વારીને પાઠવ્યું સમન્સ

નવી દિલ્હીઃ ભારતીય માછીમાર પર ગોળી ચલાવવાના મામલામાં ભારતે પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું, જ્યારે એકને ઈજા થઈ હતી. આ ઘટના બાદ ગુજરાત પોલીસની ટીમે પાકિસ્તાનના 10 જવાનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભારતે સમુદ્રી સુરક્ષા એજન્સીના ગોળીબારમાં એક માછીમારના મોતની આકરી નિંદા કરી છે. 

ભારતીય માછીમારની હત્યાના મામલામાં ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ભારતે સમુદ્રી સુરક્ષા એજન્સીની ગોળીબારીમાં માછીમારના મોતની નિંદા પણ કરી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌકાદળની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે ગુજરાત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA)ના 10 સૈનિકો વિરુદ્ધ FIR નોંધી છે.

જાણકારી પ્રમાણે બે અલગ બોટ પર સવાર દસ અજાણ્યા પીએમએસએ જવાન ભારતીય માછીમારની બોટ પર ગોળીબારી કરવાના આરોપી છે. આ મામલો શનિવારે સાંજનો છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા 32 વર્ષીય ભારતીય માછીમાર શ્રીધર રમેશનું ગોળી લાગવાથી મોત થઈ ગયું હતું. તો દિલીપ સોલંકી નામના એક માછીમારને ઈજા પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news