Covid Vaccine: કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી દીધા છે? હવે સરકાર આપશે 5,000 રૂપિયા, અહીં જાણો ડિટેલ્સ

જો તમે પણ કોરોના વેક્સીન લગાવી ચૂક્યા છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. સમાચાર આવી રહ્યા છે કે જો તમે કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા છે તો સરકાર 5,000 રૂપિયા આપશે. સરકારે તેની જાણકારી આપી છે. આવો જાણીએ સમગ્ર મામલો. 

Covid Vaccine: કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી દીધા છે? હવે સરકાર આપશે 5,000 રૂપિયા, અહીં જાણો ડિટેલ્સ

PIB Fact Check: કોરોના મહામારીનો સામનો કરવા માટે અત્યાર સુધી કરોડો લોકોએ વેક્સીનનો ડોઝ લગાવી ચૂક્યા છે. જો તમે પણ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે. જો તમે પણ કોરોના વેક્સીન લગાવી ચૂક્યા છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. સમાચાર આવી રહ્યા છે કે જો તમે કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી લીધા છે તો સરકાર 5,000 રૂપિયા આપશે. સરકારે તેની જાણકારી આપી છે. આવો જાણીએ સમગ્ર મામલો. 

વેક્સીન લગાવનારાઓને મળશે 5,000 રૂપિયા
જોકે એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પણ લોકોએ કોરોના વેક્સીન લગાવી છે તે લોકોને ફક્ત એક ફોર્મ ફીલ કરવું પડશે અને પછી સરકાર તમને 5000 રૂપિયા આપશે. આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઇ રહ્યા છે, જેમાં ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. વેક્સીન લગાવ્યા બાદ 5,000 રૂપિયા મળવાનો દાવાને તપાસવા માટે પીઆઇબી ફેક્ટ ચેક કર્યું છે. આવો તમને જણાવી દઇએ કે તમને પણ 5000 રૂપિયા કે નહી. 

PIB એ ટ્વીટ કરી આપી જાણકારી
પીઆઇબીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર ટ્વીટ કરી આ જાણકારી આપી છે કે એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોએ કોવિડ વેક્સીન લગાવી લીધી છે તેમને એક ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રધાનમંત્રી જન કલ્યાણ વિભાગ દ્રારા ₹5,000 આપવામાં આવી રહ્યા છે. પીઆઇબીએ કહ્યું કે આ મેસેજનો દાવો ખોટો છે. કૃપિયા આ ખોટા મેસેજને ફોરવર્ડ પણ ન કરો. 

ફેક મેસેજથી રહો સતર્ક
પીઆઇબીએ કહ્યું કે જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ પ્રકારના મેસેજથી તમામ લોકો સાવધાન રહે. પીઆઇબીએ લોકોને આવા મેસેજને આગળ ફોરવર્ડ ન કરવા માટે કહ્યું. આવા મેસેજની લાલચમાં આવી તમે તમારી અંગત જાણકારી અને પૈસાને ખતરામાં મુકી શકો છો. 

વાયરલ મેસેજનું કરી શકો છો ફેક્ટ ચેક
સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા મેસેજ વાયરલ થતા રહે છે જો તમને પણ કોઇ આવો ફેક મેસેજ આવે છે તો તેને ફોરવર્ડ ન કરો, પરંતુ તેની સચ્ચાઇ વિશે જાણવા માટે ફેક્ટ ચેક કરો. તમે ઇચ્છો તો પીઆઇબી દ્રા ફેક્ટ ચેક કરાવી શકો છો. તેના માટે તમારે પીઆઇબીની ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર વિજિટ કરી જાણકારી આપવી પડશે. તમે ઇચ્છો તો વોટ્સએપ નંબર +918799711259 અથવા ઇમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news