લોકસભા ચૂંટણી 2019: 7 તબક્કામાં થશે વોટિંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મતદાન
લોકસભા ચૂંટણી 2019નું 7 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કયા તબક્કામાં કઇ તારીખે અને કયા રાજ્યમાં મતદાન કરવામાં આવશે તે નીચે મુજબ છે.
Trending Photos
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઇને સમગ્ર દેશમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોના નામની યાદી એક પછી એક જાહેર કરી રહી છે. જોકે, આ ઉમેદવારી નોધાવવા માટે ચૂંટણી પંચ દ્વારા 4 એપ્રિલ છેલ્લી તારીખ જાહેર કરી છે. તો હજુ સુધી દેશની બે સૌથી મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ વખતે લોકસભા ચૂંટણી 2019નું 7 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કયા તબક્કામાં કઇ તારીખે અને કયા રાજ્યમાં મતદાન કરવામાં આવશે તે નીચે મુજબ છે.
મતદાન તારીખ |
બેઠક અને રાજ્ય |
રાજ્યનું નામ અને તેની કેટલી બેઠક |
પ્રથમ તબક્કો |
||
11 એપ્રિલ
|
20 રાજ્યોમાં 91 બેઠકો
|
આંધ્ર પ્રદેશ (25), અરૂણાચલ પ્રદેશ (2), આસામ (5), બિહાર (4), જમ્મુ અને કાશ્મીર (2), છત્તીસગઢ (1), મહારાષ્ટ્ર (7), મણિપુર (1), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), ઓરિસ્સા (4), સિક્કીમ (1), તેલંગાણા (17), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (2), લક્ષદ્વીપ (1), આંદોમાન નિકોબાર દ્વીપ (1) |
બીજો તબક્કો |
||
18 એપ્રિલ
|
13 રાજ્યોમાં 97 બેઠકો
|
આસામ (5), બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (2), છત્તીસગઢ (3), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), મણિપુર (1), ઓરિસ્સા (5), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), પાંડેચેરી (1) |
ત્રીજો તબક્કો |
||
23 એપ્રિલ
|
14 રાજ્યોમાં 116 બેઠકો
|
આસામ (4), બિહાર (5), ગોવા (2), ગુજરાત (26), જમ્મુ અને કાશ્મીર (1), કર્ણાટક (14), કેરલ (20), મહારાષ્ટ્ર (14), ઓરિસ્સા (6), ઉત્તરપ્રદેશ (10), પશ્વિમ બંગાળ (5), છત્તીસગઢ (7), દમણ અને દીવ (1), દાદરા નગર હવેલી (1) |
ચોથો તબક્કો |
||
29 એપ્રિલ
|
8 રાજ્યોમાં 71 બેઠકો
|
બિહાર (5), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (17), ઓરિસ્સા (6), રાજસ્થાન (13), ઉત્તરપ્રદેશ (13), પશ્વિમ બંગાળ (8), ઝારખંડ (3) |
પાંચમો તબક્કો |
||
6 મે
|
7 રાજ્યોમાં 50 બેઠકો
|
બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (1), મધ્યપ્રદેશ (7), રાજસ્થાન (12), ઉત્તરપ્રદેશ (14), પશ્વિમ બંગાળ (7), ઝારખંડ (4) |
છઠ્ઠો તબક્કો |
||
12 મે
|
7 રાજ્યોમાં 59 બેઠકો
|
બિહાર (8), હરિયાણા (10), મધ્યપ્રદેશ (8), ઉત્તરપ્રદેશ (14), પશ્વિમ બંગાળ (8), ઝારખંડ (4), દિલ્હી (7) |
સાતમો તબક્કો |
||
19 મે
|
8 રાજ્યોમાં 59 બેઠકો
|
બિહાર (8), હિમાચલ પ્રદેશ (4), મધ્યપ્રદેશ (8), પંજાબ (13), ઉત્તરપ્રદેશ (13), પશ્વિમ બંગાળ (9), ઝારખંડ (3), ચંડીગઢ (1) |
અત્રે ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલથી શરૂ થનાર લોકસભા ચૂંટણી 2019ના પરિણામની જાહેરાત 23 મે 2019ના રોજ થશે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે