અમારી સરકાર મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલે છે, જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે. 

અમારી સરકાર મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલે છે, જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે- PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે. 

દીનદયાળ ઉપાધ્યાયના સમર્પણથી સારીપેઠે પરિચિત
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે બધા દીનદયાળજીની પુણ્યતિથિ પર અનેક ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભેગા થયા છીએ. પહેલા પણ અનેક અવસરો પર આપણે દીનદયાળજી સંલગ્ન કાર્યક્રમોમાં સામેલ થવાનો, વિચાર રજુ કરવાનો અને આપણા વરિષ્ઠજનોના વિચારો સાંભળવાનો અવસર મળતો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તમે બધાએ દીનદયાળજીને વાંચ્યા પણ છે અને તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતાર્યા પણ છે. આથી તમે બધા તેમના વિચારોથી અને તેમના સમર્પણથી સારીપેઠે પરિચિત છો. 

દીનદયાળ ઉપાધ્યાય એક નેતા માટે ખુબ મોટું ઉદાહરણ
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે મારો અનુભવ છે અને તમે પણ મહેસૂસ કર્યું હશે કે આપણે જેમ જેમ દીનદયાળજી વિશે વિચારીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, તેમના વિચારોમાં આપણને દર વખતે એક નવીનતાનો અનુભવ થાય છે. એકાત્મ માનવ દર્શનનો તેમનો વિચાર માનવ માત્ર માટે હતો. આથી જ્યાં પણ માનવતાની સેવાનો પ્રશ્ન હશે, માનવતાના કલ્યાણની વાત હશે, દીનદયાળજીનો એકાત્મ માનવ દર્શન પ્રાસંગિક રહેશે. સમાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારના લોકતાંત્રિક અને મૂલ્યો કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ મોટું ઉદાહરણ છે. 

દરેક પાર્ટીના નેતા સાથે સહજ હતા દીનદયાળ ઉપાધ્યાય
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે એક બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય રાજકારણમાં એક નવા વિચારને આગળ લઈને જઈ રહ્યા હતા, ત્યાં બીજી બાજુ તેઓ દરેક પાર્ટી, દરેક વિચારધારાના નેતાઓ સાથે પણ એટલા જ સહજ રહેતા હતા. દરેક સાથે તેમના આત્મીય સંબંધ હતા. 

સબળ રાષ્ટ્ર જ વિશ્વને આપી શકે છે યોગદાન
પીએમ મોદીએ કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે  'स्वदेशो भुवनम् त्रयम्' એટલે કે આપણો દેશ જ આપણા માટે બધુ છે. ત્રણેય લોક બરાબર છે. જ્યારે આપણો દેશ સમર્થ હશે, ત્યારે જ આપણે  દુનિયાની સેવા કરી શકીશું. એકાત્મ માનવ દર્શનને સાર્થક કરી શકીશું.  તેમણે વધુમાં કહ્યું કે દીનદયાળ ઉપાધ્યાય જી પણ એ જ કહેતા હતા. તેમણે લખ્યું હતું કે એક સબળ રાષ્ટ્ર જ વિશ્વને યોગદાન આપી શકે છે. આ જ સંકલ્પ આજે આત્મનિર્ભર ભારતની મૂળ અવધારણા છે. આ જ આદર્શને લઈને દેશ આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યો છે. 

ભારત સમગ્ર દુનિયાને આપી રહ્યું છે રસી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાકાળ (Corona) માં દેશે અંત્યોદયની ભાવના સામે રાખી અને અંતિમ છેડા પર રહેલા ગરીબની ચિંતા કરી. આત્મનિર્ભરતાની શક્તિથી દેશે એકાત્મ માનવ દર્શનને પણ સિદ્ધ કર્યો. સમગ્ર દુનિયાને દવા પહોંચાડી અને આજે રસી પહોંચાડી રહ્યો છે. 

હથિયારો માટે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત
પીએમ મોદીએ કહ્યું કે 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે વિદેશી હથિયારો પર નિર્ભર રહેવું પડ્યું હતું. દીનદયાળજીએ તે વખતે કહ્યું હતું કે આપણે એક એવા ભારતના નિર્માણની જરૂરિયાત છે કે જે ફક્ત કૃષિ ક્ષેત્રે જ નહીં પરંતુ હથિયારો અને રક્ષા ક્ષેત્રે પણ આત્મનિર્ભર હોય. આજે ભારત રક્ષા ક્ષેત્રમાં મેડ ઈન ઈન્ડિયા હથિયારો અને ફાઈટર જેટ જેમ કે તેજસ બનાવી રહ્યું છે. 

વોકલ ફોર લોકલ દેશના વિઝનને કરે છે સાકાર
પીએમ મોદીએ કહ્યું કે લોકલ ઈકોનોમી પર વિઝન એ વાતનું પ્રમાણ છે કે તે સમયમાં પણ તેમની સોચ કેટલીક પ્રેક્ટિકલ અને વ્યાપક હતી. આજે વોકલ ફોર લોકલના મંત્રથી દેશ આ વિઝનને સાકાર કરી રહ્યું છે. આજે આત્મનિર્ભર ભારત અભિયાન દેશના ગામ-ગરીબ,  ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના ભવિષ્ય માટે નિર્માણનું માધ્યમ બની રહ્યું છે. 

हमने बापू की 150वीं जन्मजयंती भी मनाई और उनके आदर्शों को अपनी राजनीति में, अपने जीवन में भी उतारा है।

— BJP (@BJP4India) February 11, 2021

અમારી પાર્ટી ગાંધીના આદર્શો પર ચાલી રહી છે
તેમણે કહ્યું કે અમારી પાર્ટી, સરકાર આજે મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલી રહી છે જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે. અમે બાપુની 150મી જન્મજયંતી પણ મનાવી અને તેમના આદર્શોને અમારી રાજનીતિમાં, જીવનમાં ઉતાર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવીને અમે તેમને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા. 

ભાજપની સરકારે 3 નવા રાજ્ય બનાવ્યા
પીએમ મોદીએ કહ્યું કે રાજ્યોનું વિભાજન જેવું કામ રાજકારણમાં કેટલું રિસ્ક સમજાતું હતું. જો કોઈ નવું રાજ્ય બન્યું તો દેશમાં કેવા હાલાત બની જતા હતા, તેનું ઉદાહરણ પણ છે. પરંતુ હવે ભાજપની સરકારોએ 3 નવા રાજ્યો બનાવ્યા તો અમારી રીતભાતમાં દીનદયાળજીના સંસ્કારોનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. ઉત્તરપ્રદેશથી ઉત્તરાખંડનું નિર્માણ થયું, બિહારથી ઝારખંડ બનાવવામાં આવ્યું, અને છત્તીસગઢને મધ્ય પ્રદેશથી અલગ આકાર અપાયો. પરંતુ તે સમયે દરેક રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો. 

પીએમ મોદીએ વિપક્ષી દળોને આપ્યો સંદેશ
પીએમ મોદીએ વિપક્ષી દળોને કહ્યું કે આપણા રાજકીય પક્ષો હોઈ શકે છે, આપણા વિચારો અલગ હોઈ શકે છે, આપણે ચૂંટણીમાં પૂરેપૂરી તાકાતથી એકબીજા વિરુદ્ધ લડીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણા રાજનીતિક વિરોધીનું સન્માન ન કરીએ. પ્રણવ મુખરજી, તરુણ ગોગોઈ, એસ સી ઝમીર આમાથી કોઈ પણ રાજનેતા અમારી પાર્ટી કે પછી ગઠબંધનનો ભાગ ક્યારેય રહ્યા નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાનનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. રાજનીતિક અસ્પૃશ્યતાનો વિચાર અમારા સંસ્કાર નથી. આજે દેશ પણ આ વિચારને અસ્વીકાર કરી ચૂક્યો છે. અમારી પાર્ટીમાં વંશવાદને નહીં કાર્યકર્તાને મહત્વ અપાય છે. 

જનસંઘના અધ્યક્ષ હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 ડિસેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના મથુરામાં થયો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે દેશને એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી અને કહ્યું કે દુનિયાને પૂંજીવાદ કે સામ્યવાદ નહીં પરંતુ માનવવાદની જરૂર છે. દીનદયાળ ઉપાધ્યાયજીનું પણ એ જ કહેવું હતું કે હિન્દુ  કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ છે. તેઓ રાજનેતા હોવાની સાથે સાથે એક પત્રકાર, લેખક પણ હતા. તેમણે RSS દ્વારા પ્રકાશિત સાપ્તાહિક પત્રિકા પાંચજન્ય (PanchJanya) પાયો નાખ્યો હતો. આ પત્રિકાના પહેલા સંપાદક દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news