લોકસભા ચૂંટણી 2019: આજે PM મોદીનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. સાંજે 5 વાગે તેઓ આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે.

લોકસભા ચૂંટણી 2019: આજે PM મોદીનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. સાંજે 5 વાગે તેઓ આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે. 31 માર્ચના રોજ તમામ લોકસભા વિસ્તારોમાં એક સાથે મેં ભી ચોકીદાર અભિયાનનો આરંભ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરબીએસ કોલેજ ખનદારી આગરાથી આ આ અભિયાન સાથે જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે ઝાંસીથી આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આગરામાં સીએમ યોગીનો આરબીએસ કોલેજના પ્રેક્ષાગૃહમાં કાર્યક્રમ આયોજિત થશે. મુખ્યમંત્રીની સાથે પ્રદેશ સરકારના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા હશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે. 

સાંજે 4 વાગે મુખ્યમંત્રી યોગી આગરા પહોંચશે. વર્જ ક્ષેત્રની 13 લોકસભા સીટો પર આગરામાં સંપન્ન થનારા  કાર્યક્રમ આગરા અને ફતેહપુર સિકરી લોકસભા ક્ષેત્ર સંબંધિત છે. આ કાર્યક્રમમાં વ્રજ ક્ષેત્રની 13 લોકસભા બેઠકોને પણ સંદેશ અપાશે. 

અમિત શાહ પહોંચશે બાગપત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી સભાને સંબોધન  કરશે. બપોરે 1 વાગે ગાંધી સ્મારક ઈન્ટર કોલેજમાં સભાને સંબોધન કરશે. ભાજપ ઉમેદવાર ડો.સત્યપાલ સિંહના સમર્થનમાં સભા સંબોધિત કરશે. 

જયાપ્રદા રામપુરમાં 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં ભાગ લેશે
ભાજપના ઉમેદવાર જયા પ્રદા રવિવારે રામપુરમાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેમનો રોડ શો થશે. સાંજે જયા પ્રદા ભાજપના 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં ભાગ લેશે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news