ગંગા આરતી બાદ પીએમ મોદી પ્રયાગરાજમાં રેલીના સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રાજમાર્ગ 232ના પુર્નનિર્મિત 133 કિલોમીટરના રાયબરેલી માર્ગનું લોકાર્પણ કરશે

ગંગા આરતી બાદ પીએમ મોદી પ્રયાગરાજમાં રેલીના સ્થળે પહોંચ્યા

નવી દિલ્હી:  નવી દિલ્હી: વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના એક દિવસના પ્રવાસે રાયબરેલી પહોંચ્યાં, ત્યારબાદ પ્રયાગરાજ પહોંચ્યાં. પીએમ મોદીએ આ દરમિયાન પ્રયાગરાજમાં કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય હાજર હતાં. થોડીવારમાં તેઓ ઝૂંસીમાં એક જનસભાને સંબોધિત કરશે. આ સાથે જ પીએમ મોદી 3500 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદી પ્રયાગરાજની જનતાને સિવિલ એરપોર્ટ ટર્મિનલની ભેટ પણ આપશે. 

અપડેટ્સ...

પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા
રાયબરેલી બાદ પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યાં. ત્યાં તેમણે કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી. 

- અમારો એક જ મંત્ર છે, સબકા સાથ, સબકા વિકાસ. તેને સુનિશ્ચિત કરવા માટે દિવસ રાત અમે લાગ્યા છે-પીએમ મોદી
- સેંકડો ખેડૂતો વિરુદ્ધ ધરપકડ વોરંટ નીકળી રહ્યું છે-પીએમ મોદી
- કોંગ્રેસ પૂરી તાકાત લગાવી રહી છે કે સત્યને દબાવી શકાય, છૂપાવી શકાય, દેશના ખેડૂતોની સામે ન આવે.
- દેવામાફીને લઈને કોંગ્રેસ મોટી મોટી વાતો કરે છે, પરંતુ તે દગો માત્ર છે, નર્યા જુઠ્ઠાણા છે.-પીએમ મોદી
- કર્ણાટકમાં કોંગ્રેસે ખેડૂતોને દેવામાફીનું વચન આપ્યું હતું, ફક્ત 10 દિવસની વાત કરાઈ હતી પરંતુ આજે 6 મહિના બાદ પણ સચ્ચાઈ અલગ છે.
- આપદા બાદ, પાક  ખરાબ થયા પછી તેમને 33 હજાર કરોડ રૂપિયાની મદદ  કરાઈ- પીએમ મોદી
- જેટલું ખેડૂતો પાસેથી લીધુ, તેમને 4 ગણાથી વધારે પાછું અપાયું- પીએમ મોદી
- ખેડૂતો માટે 70 વર્ષમાં પહેલીવાર અમારી સરકારે કામ કર્યું-મોદી
- અમે ખેડૂતો માટે બીજથી લઈને બજાર સુધીની યોજના બનાવી રહ્યાં છીએ.
- કોંગ્રેસની સરકારે સ્વામીનાથનના રિપોર્ટને લાગુ કેમ નથી કર્યો.
- કોંગ્રેસની સરકારે MSPના મુદ્દાને દબાવ્યો.
- NDA સરકારે ખેડૂતોને ઘણું બધુ આપ્યું-પીએમ મોદી
- ખરીફ અને રવીના 22 પાક પર MSP નક્કી કરાયું છે.
-  એનડીએ સરકાર ફક્ત એક જ વાત પર ધ્યાન મૂકે છે- રાષ્ટ્રહિત દેશહિત
- આ અમારો ઉછેર છે, સંસ્કાર છે.
- અમારા માટે હંમેશા પક્ષથી મોટો દેશ છે અને રહેશે-પીએમ મોદી
- ભાજપ સરકાર જે સંરક્ષણ સોદા કરી રહી છે, તેમાં કોઈ ક્વોત્રોચી મામા નથી, ક્રિશ્ચિન મિશેલ નથી: મોદી
- શું એટલા માટે હવે ન્યાયપાલિકા પર અવિશ્વાસનો માહોલ પેદા કરવામાં લાગી છે?- પીએમ મોદી
- કારગિલ યુદ્ધ બાદ આપણી વાયુસેનાએ આધુનિક વિમાનોની જરૂરિયાત જણાવી હતી. અટલજીની સરકાર બાદ કોંગ્રેસે દેશમાં 10 વર્ષ રાજ કર્યું, પરંતુ વાયુસેનાને મજબુત ન થવા દીધી.
- સંરક્ષણ ડીલ મામલે કોંગ્રેસનો ઈતિહાસ બોફોર્સ કૌભાંડવાળા ક્વોત્રોચી મામાનો રહ્યો છે.
- હેલિકોપ્ટર કૌભાંડના આરોપી ક્રિશ્ચિન મિશેલને પકડીને થોડા દિવસ પહેલા જ ભારત લવાયો છે-પીએમ મોદી
- બધાએ જોયુ કે કેવી રીતે આ આરોપીને બચાવવા માટે કોંગ્રેસે પોતાનો વકીલ કોર્ટમાં મોકલ્યો.
- શું સેનાના ઓફિસરો ખોટા છે, ફ્રાન્સની સરકાર ખોટુ બોલી રહી છે-પીએમ મોદી
- અને હવે સુપ્રીમ કોર્ટ પણ શું ખોટી છે?
- શું દેશની સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે?- પીએમ મોદી
- વિરોધીઓ મારા પર ધબ્બો લગાવવા માંગે છે-પીએમ
- ભારતમાતાના નારા લગાવનારા લોકો શરમિંદા થઈ જાય છે-પીએમ મોદી
- કેટલાક લોકોને ભારતમાતાની જય કહેવામાં સમસ્યા નડે છે-પીએમ મોદી
- મને ગર્વનો અહેસાસ થઈ રહ્યો છે કે રાયબરેલી રેલ કોચ નિર્માણ મામલે ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે- પીએમ મોદી
- હંગામી કર્મચારીઓની સંખ્યા પણ અમારા કાર્યકાળમાં વધી છે.
- 2000 નવા કર્મચારીઓની નિમણૂંક અમારી સરકારે કરી દીધી છે-પીએમ મોદી
- જે કર્મચારીઓ અહીં કામ કરતા હતાં તેઓ કપૂરથલાથી લવાયા હતાં-પીએમ
- અગાઉની સરકારે નક્કી કર્યું હતું કે 5000 લોકોને રોજગારી મળશે પરંતુ અડધા લોકોને જ કામ મળ્યું-પીએમ મોદી
- પીએમ મોદીએ  કહ્યું કે હવે આ ફેક્ટરીમાં મેટ્રો ટ્રેન માટે કોચ બનશે. એલ્યુમિનિયમના કોચ બનશે.
- વિકાસ માટે ભાજપની સરકાર સંપૂર્ણ રીતે સમર્પિત-પીએમ મોદી
- પીએમ મોદીએ  કહ્યું કે દુનિયાની સૌથી મોટી કોચ ફેક્ટરી બનાવીશું, રાયબરેલીની ફેક્ટરીમાં દર વર્ષે 5000 કોચ બનાવવાનો લક્ષ્યાંક.
- આ ફેક્ટરી 2007માં સ્વીકૃત થઈ હતી. તેનો હેતુ વાર્ષિક 1000 કોચ બનાવવાનો હતો. 2010થી તેનું કામ શરૂ પણ થયું. પરંતુ કપુરથલાથી ડબ્બા આવતા હતાં અને ત્યાં તેના પેચ કસાતા હતાં. 
- આગામી બે વર્ષમાં 3000 નવા કોચ બનવા લાગશે.
- પીએમ મોદીએ કહ્યું કે રાયબરેલીની કોચ ફેકટરીને પૂરી ક્ષમતાથી કામ કરવા દેવામાં આવતી નહતી. પહેલા ફક્ત 3 ટકા મશીનો જ કામ કરતી હતી. હવે ભાજપ સરકારની મદદતી તમામ મશીનો બરાબર કામ કરી રહી છે.
- પીએમ મોદીએ 900માં કોચ અને હમસફર  કોચને બતાવી લીલી ઝંડી.
- આ ક્ષેત્ર (રાયબરેલી)ના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સંપૂર્ણપણે સમર્પિત છે.-મોદી

Image may contain: one or more people and text
- પીએમ મોદીએ કહ્યું કે જેણે દેશને દરેક ક્ષેત્રમાં દિશા બતાવી છે આજે હું તે ભૂમિ પર છું. 
- સીએમ યોગીએ કહ્યું કે રાયબરેલી વિકાસની દ્રષ્ટિએ પોતાને અછૂત માની રહ્યું હતું. 2014 બાદ વિકાસે જે રફતાર દેશ, ઉત્તર પ્રદેશ, રાયબરેલી અને અમેઠીમાં પકડી છે. તે વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ માટે પીએમ મોદીને અભિનંદન આપું છું. 
- તેમણે કહ્યું કે પીએમની કૃપાથી રાયબરેલીમાં જુલાઈમાં એમ્સની ઓપીડી શરૂ થઈ. હવે 500થી 1000 દર્દીઓની સારવારની સુવિધા શરૂ થઈ ગઈ. 
- યોગી આદિત્યનાથે કહ્યું કે દેશની મોર્ડન કોચ ફક્ટરી હજારો યુવાઓને નોકરી આપી રહી છે. મેક ઈન ઈન્ડિયાનું સપનું સાકાર થઈ રહ્યું છે. 
- પીએમ મોદીએ 900માં કોચ અને હમસફર કોચને લીલી ઝંડી બતાવી, 1000 કોચની ક્ષમતાવાળી ફેક્ટરીમાં એક વર્ષમાં 900 કોચ બન્યાં.
- મોર્ડન રેલ કોચ ફેક્ટરીની મુલાકાત બાદ પીએમ મોદીએ હમસફર ટ્રેનના કોચનું નિરીક્ષણ કર્યું. 
- રાયબરેલીમાં પીએમ મોદીએ મોર્ડન રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યપાલ રામ નાઈક અને સીએમ યોગી આદિત્યનાથ પણ હતાં. પીએમ મોદી રેલ મંત્રી સાથે બેટરી કારમાં બેઠા અને આખા રેલ કોચ ફેક્ટરનું નીરિક્ષણ કર્યું. 

 

 

વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ, એક નજરે...

- સવારે 9.50 વાગે રેલકોચ હેલિપેડ પહોંચશે
- સવારે 10.00 વાગે મોર્ડન રેલ કોચ ફેક્ટરી પહોંચશે.
- સવારે 10.25 વાગ્યા સુધી મોર્ડન રેલકોચ ફેક્ટરીનું નીરિક્ષણ.
- અહીં રેલકોચમાં બનેલા કોચને લીલી ઝંડી બતાવીને રવાના કરાશે.
- સવારે 10.30 વાગે રેલકોચના આવાસીય પરિસર સ્થિત રેલી સ્થળ માટે રવાના થશે.
- સવારે 10.35 વાગે રેલી સ્થળ પર લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ.
- સવારે 11.25 વાગે રેલી સ્થળથી રવાના.
- સવારે 11.35 વાગે પ્રયાગરાજ માટે પ્રસ્થાન કરશે.

પીએમ મોદીનો પ્રયાગરાજ પ્રવાસ

- બપોરે 12.45 વાગે વડાપ્રધાન સંગમ પહોંચશે. 
- સંગમ પર વડાપ્રધાન ગંગા પૂજન, સંતો સાથે મુલાકાત કરશે.
- સ્વચ્છ કુંભના મોડલને જોશે.
- સ્થાયી મેળા કાર્યાલય સ્થિત એકીકૃત કંટ્રોલ અને કમાન્ડર સેન્ટરનું ઉદ્ધાટન કરશે.
- વડાપ્રધાન અક્ષયવટને જોવા જશે.
- બપોરે 2.45 વાગે ડીપીએસ સ્થિત હેલીપેડથી અંદાવા માટે રવાના થશે.
- અંદાવાના સંત નિરંકારી આશ્રમ મેદાનમાં વડાપ્રધાન જનસભાને સંબોધિત કરશે. 
- જનસભા પહેલા પીએમ કુંભકાર્યો પર આધારિત અને પેન્ટ માઈ સિટી પર પ્રદર્શનને જોશે.
- મેકિંગ ઓફ કુંભ વિષય પર એક ડોક્યુમેન્ટરી પણ જોશે.
- અહીં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
- વડાપ્રધાન જનસભાને સંબોધિત કરશે.
- સાંજે 4.30 વાગે જનસભા બાદ બમરૌલી એરપોર્ટ પર નવનિર્મિત સિવિલ એન્કલેવનું લોકાર્પણ કરશે.
- સાંજે 5.00 વાગે વડાપ્રધાન પાછા દિલ્હી માટે રવાના થશે.

વડાપ્રધાન રાયબરેલી રેલ કારખાનાની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલી સ્થિત આધુનિક રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ખુબ મહત્વનો છે કારણ કે ભારતની ઉચ્ચ ગુણવત્તાના રેલ ડબ્બાના વિનિર્માણ અને નિકાસ બજાર પર નજર છે. ઉલ્લેખનીય છે કે રેલવેએ થોડા મહિના પહેલા જ પ્રસ્તાવ મૂક્યો હતો કે જે દેશો ઝડપી ટ્રેનો માટેના કોરિડોરનું નિર્માણ કરી રહી છે તેમની બુલેટ ટ્રેનો માટે ડબ્બા બનાવવા અને નિકાસ કરવા ઈચ્છુક છે. 

આ કારખાનાને લઈને અનેક દેશો પોતાનો રસ દાખવી ચૂક્યા છે. કોરિયા, જાપાન, જર્મની, ચીન અને તાઈવાનના અધિકારીઓ કારખાનાની મુલાકાત લઈ ચૂક્યા છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે અનેક દેશો ઓછા ઉત્પાદન ખર્ચના કારણે ભારતનો ઉપયોગ વિનિર્માણના પ્રમુખ કેન્દ્ર તરીકે કરી શકે છે. 

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મોર્ડન કોચ ફેક્ટરી (એમસીએફ)માં પહેલીવાર ડબ્બાનું વિનિર્માણ રોબોટ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિલોમીટર લાંબી ઉત્પાદન લાઈનમાં રોબોટને સમાન્તર રીતે કામ પર લગાવવામાં આવ્યો છે. જ્યાં તે ડબ્બા પર થોડુંક થોડુંક કામ કરે છે. હાલમાં 70 રોબોટ કામ પર લાગેલા છે. આ એક સંપૂર્ણ 'મેક ઈન ઈન્ડિયા' છે. 

વડાપ્રધાનના પ્રવાસ અંગે અધિકારીએ જણાવ્યું કે અમારા માટે તે ખુબ ગર્વની વાત છે. વડાપ્રધાનનું અહીં આવવું ખુબ મહત્વપૂર્ણ છે  કારણ કે તેનાથી એવો સંદેશ જશે કે ભારત તેના કારખાનામાં તૈયાર થયેલા ડબ્બાની નિકાસ માટે હરિફાઈના બજારમાં ઉતરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news