PM મોદીએ વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી, NDAના દિગ્ગજ નેતાઓ રહ્યાં હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પીએમ મોદીએ વિજયી મુહૂર્તમાં વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા હતાં.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પીએમ મોદીએ વિજયી મુહૂર્તમાં વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા હતાં. ભાજપના સહયોગી દળના નેતાઓ પણ વારાણસી પહોંચ્યા હતાં. પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા અગાઉ બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેઓ કાલભૈરવ મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા અર્ચના કરી. અહીં પીએમ મોદીના કાફલા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. અહીંથી તેઓ ઉમેદવારીપત્ર સોંપવા માટે કલેક્ટ્રેટ પહોંચ્યાં હતાં. જ્યાં એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ કલેક્ટ્રેટ પહોંચીને અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતાં.
પીએમ મોદીના નામાંકન દરમિયાન કલેસ્ટ્રેટ પરિસરમાં લોકોની ખુબ ભીડ જોવા મળી. નામાંકન કરીને બહાર નીકળેલા પીએમ મોદીએ આ લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જે પ્રેમ કાશીવાસીઓએ આપ્યો છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું. 12-15 કલાકનો રોડ શો ફક્ત કાશીવાસીઓ જ કરી શકે છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે જ્યાં જ્યાં મતદાન બાકી છે ત્યાં તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. મતદાન એ એક ઉત્સવ છે. મોટી સંખ્યામાં મતદાન કરો.
તેમણે કહ્યું કે લોકો હવે એવો માહોલ બનાવવા લાગ્યા છે જાણે મોદીજી તો જીતી ગયા અને હવે મત નહીં આપે તો પણ ચાલશે. કૃપા કરીને એવા લોકોની વાતોમાં ન આવો. મતદાન એ તમારો હક છે. લોકતંત્ર એક ઉત્સવ છે. દેશને મજબુત કરવા માટે વધુમાં વધુ મતદાન કરવું જોઈએ.
પીએમ મોદીએ કલેક્ટ્રેટ પહોંચીને અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલને પગે લાગીને આશીર્વાદ પણ લીધા હતાં. તેઓ એક મહિલા પ્રસ્તાવકને પણ પગે લાગ્યાં. પીએમ મોદીએ નામાંકન પહેલા અને બાદમાં કલેક્ટ્રેટ પરિસરમાં હાજર એનડીએના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
(વારાણસીના કાલભૈરવ મંદિરમાં પીએમ મોદીએ કરી પૂજા અર્ચના)
પીએમ મોદીએ નામાંકન દાખલ કરતા અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. તેમણે તે અગાઉ બૂથ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી. તેમણે કહ્યું કે હું ગંદામાં ગંદા કચરામાંથી ખાતર બનાવું છું અને તેનાથી જ કમળ ખિલવું છું. તેમણે કહ્યું કે ગઈ કાલે જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો તેમાં મને તમારા પરિશ્રમ અને પરસેવાની મહેંક આવી રહી હતી. દેશભરના કાર્યકરોની મહેનત છે કે આજે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશી ઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આટલી ચૂંટણી થઈ પરંતુ આ ચૂંટણી બાદ પોલિટિકલ પંડિતેઓ માથાપચ્ચી કરવી પડશે. કારણ કે આઝાદી બાદ પહેલીવાર પ્રો ઈન્કમ્બન્સી લહેર જોવા મળી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકો જ કહી રહ્યાં છે કે ફરી એકવાર મોદી સરકાર. આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે. જનતા 5 વર્ષના અનુભવના આધારે અનેક આશા, આકાંક્ષા લઈને આપણી સાથે જોડાઈ ગઈ છે. જનતાએ સમગ્ર દેશનું રાજનીતિક ચરિત્ર બદલી નાખ્યું છે. બૂથ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા તેમણે એમ પણ કહ્યું કે એક કામ જે હું ન કરી શક્યો તે તમે કરી શકો તેમ છે.
PM Modi in #Varanasi: Modi sabse zyada vote se jeet ya na jeet, ye record ka mudda hai hi nahi. Duniya puchagi nahi, arey tum toh Pradhan Mantri ho tum jeetke aaye ho usmein kya hai, woh bematlab hai aur mujhe bhi interest nahi hai. Mujhe interest hai loktantra jeetna chahiye. pic.twitter.com/9DcQFD29Cr
— ANI UP (@ANINewsUP) April 26, 2019
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં આપણે કેટલાક રેકોર્ડ પણ તોડવાના છે. હું ઈચ્છું છું કે લોકતંત્ર જીતવું જોઈએ. અત્યાર સુધી બનારસ, ઉત્તર પ્રદેશમાં જેટલું પણ પોલિંગ થયું છે તેનાથી વધુ વોટિંગ થાય તે રેકોર્ડ તોડવાનો છે. દુનિયાને બતાવવાનું છે કે મતદાનના તમામ રેકોર્ડ આપણે તોડી નાખીશું. મારી એક ઈચ્છા છે જે ગુજરાતમાં પણ હું પૂરી કરી શક્યો નહીં. શું બનારસવાળા તે ઈચ્છા પૂરી કરશે? હું ઈચ્છું છું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન 5ટકા વધુ થવું જોઈએ.
પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડવા પર કહ્યું કે સરકાર બનાવવી એ જનતાનું કામ છે અને સરકાર ચલાવવી એ અમારી જવાબદારી છે અને આ જવાબદારી મેં પૂરી પ્રમાણિકતાથી નિભાવી છે. તમને એક કાર્યકર્તા તરીકે હું હિસાબ આપું છું. કાર્યકર તરીકે પાર્ટીએ 5 વર્ષમાં મારી પાસે જેટલો સમય માંગ્યો, જ્યારે માંગ્યો મેં એકવાર પણ ના નથી પાડી.
પીએમ મોદીએ કહ્યું કે મોદી, અમિત શાહ, યોગી બધા કાર્યકરો છે. બનારસમાં મોદી નહીં પરંતુ નાના કાર્યકરો ચૂંટણી લડી રહ્યાં છે. આપણે બધા કાર્યકરો માત્ર છીએ. ચૂંટણી તો જનતા લડી રહી છે. તેમણે કહ્યું કે એક એક મત ખુબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જેટલી પણ ગાળો બોલવી હોય તેટલી બોલો. ગમે તેટલી ગંદકી હોય તેમાંથી હું ખાતર બનાવું છે, કચરામાંથી ખાતર બનાવીને હું તેમાં કમળ ખીલવું છું.
પીએમ મોદી પણ પોતાની ઉમેદવારી નોંધાવતા અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમના નામાંકનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત ભાજપ શાસિત છ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. પીએમ મોદી ઉમેદવારી પત્ર સોંપશે તે અવસરે અન્નામુદ્રક, અપના દળ તથા ઉત્તર પૂર્વ લોકતાંત્રિક ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે.
આ વખતે પીએમ મોદીના પ્રસ્તાવકોની સૂચિમાં 7 નામ સામેલ છે. જેમાં ઠુમરી ગાયિકા અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની માનદ પુત્રી પદ્મ શ્રી સીમા ઘોષનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ સૂચિ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સોંપવામાં આવી છે. જેમાં એક ડોમરાજા પરિવાર સાથે જોડાયેલા સભ્યની સાથે, એક ચોકીદાર, સંઘ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા અને એક મહિલાનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ નામાંકન પ્રક્રિયા અગાઉ ગુરુવારે વારાણસીમાં 7 કિમી લાંબો મેગા રોડ શો પણ કર્યો હતો.
આ નેતાઓ પીએમ મોદીના નામાંકનમાં રહેશે હાજર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, આસામના સીએમ સર્વાનંદ સોનેવાલ, એલજેપી ચીફ રામવિલાસ પાસવાન, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, હેમા માલિની, જયા પ્રદા, મનોજ તિવારી, રવિ કિશન, દિનેશલાલ યાદવ નિરહુઆ.
આ રીતે હશે કાર્યક્રમ
08.00 AM મોદી કાર્યકરોના સંમેલનમાં બૂથ સ્તરના કાર્યકરો અને તેમની ઉપરના પદાધિકારીઓને હોટલ ડી પેરિસમાં સંબોધશે.
11.00 AM પીએમ મોદી કાશીના કોટવાલ કાલ ભેરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે.
11.15 AM પીએમ મોદી કાલ ભૈરવ મંદિરથી નામાંકન સ્થળ માટે રવાના થશે.
11.30 AM પીએમ મોદી ઉમેદવારીપત્ર ભરશે.
12.30 AM હોટલ તાજમાં ભાજપની પીસીનો કાર્યક્રમ.
જુઓ LIVE TV
આ અગાઉ પીએમ મોદીએ ગુરુવારે વારાણસીમાં મેગા રોડ શો કર્યો. ત્યારબાદ સાંજે ગંગા આરતીમાં ભાગ લીધો. પીએમ મોદીએ 2014માં લોકસભાની બે બેઠકો વારાણસી અને વડોદરાથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. જો કે ત્યારબાદ તેમણે વડોદરા બેઠક છોડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે