મિશન કાશ્મીર પર 14 નેતાઓ સાથે PM મોદીની બેઠક પૂરી, આ મુદ્દે થઈ ચર્ચા
બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કાશ્મીર પર આશરે 14 નેતાઓની સાથે પ્રધાનમંત્રીની બેઠક ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ.
દિલ્હીનું અંતર અને દિલનું અંતર દૂર થશેઃ પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે.
કોંગ્રેસે સરકારની સામે રાખી પાંચ માંગઃ ગુલામ નબી આઝાદ
પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે ચર્ચા દરમિયાન અમે જણાવ્યું કે, જે રીતે રાજ્યના ભાગ પડ્યા તે થવાની જરૂર નહતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આમ કરવામાં આવ્યું. પરંતુ બધી વાત કહ્યા બાદ અમે પાંચ મોટી માંગો સરકારની સામે રાખી છે. અમે માંગ કરી કે રાજ્યનો દરજ્જો જલદી આપવો જોઈએ. અમે માંગ કરી કે કાશ્મીરી પંડિતોને પરત લાવવામાં આવે અને તેના પુર્નવાસમાં મદદ કરે. રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેને છોડવાની માંગ કરી છે. અમે સરકારને કહ્યું કે, આ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો અનુકૂળ સમય છે. વિધાનસભા ચૂંટણી તત્કાલ યોજનાની માંગ પણ કરી છે.
બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
The talks were held in a good atmosphere today. The Prime Minister heard our issues of all leaders. PM said that election process will begin when delimitation process finishes: J&K Apni Party's Altaf Bukhari on PM Modi-J&K leaders meet pic.twitter.com/JymTwNPr9N
— ANI (@ANI) June 24, 2021
શું બોલ્યા અમિત શાહ
બેઠક પૂરી થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, બધા નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમની બેઠક શરૂ
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત 14 નેતા સામેલ છે. કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ પણ સામેલ થયા છે.
જમ્મુ-કાશ્મીર પર પીએમ મોદીનું મહામંથન
જમ્મુ-કાશ્મીરને લઈને પીએમ મોદીના ઘરે મોટી બેઠક શરૂ થઈ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સામેલ છે. આ સિવાય રવિન્દ્ર રૈના, કવિન્દ્ર ગુપ્તા અને નિર્મલ સિંહ પણ આ ચર્ચામાં સામેલ થયા છે.
ફારુક અબ્દુલ્લાનું નિવેદન
પીએમ મોદી સાથે બેઠક પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું બેઠકમાં ભાગ લેવા માટે જઉ છું. મારી માગણીઓ હું ત્યાં રજુ કરીશ અને પછી હું મીડિયા સાથે વાત કરીશ. મહેબૂબા મુફ્તી તેમની પાર્ટીના પ્રમુખ છે. મારે શાં માટે તેમણે શું કહ્યું તેના પર વાત કરવી જોઈએ.
ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા વચ્ચે બેઠક
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા પોતાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી ગયા છે. અહીંથી તેઓ પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં સામેલ થવા રવાના થશે. પીએમ સાથે બેઠક પહેલા ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં ફારુક અબ્દુલ્લાને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે