PM Modi Aligarh Visit: ચૂંટણી પહેલા PM મોદીએ UP ને આપી મોટી ભેટ, રાજા મહેન્દ્ર સિંહ યુનિ.નો કર્યો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ પહોંચ્યા. પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. અહીં તેમણે યુનિવર્સિટીના મોડલની સમીક્ષા કરી, કોરિડોરને લઈને અપાયેલી માહિતી પણ જાણી. પીએમ મોદીએ ત્યારબાદ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. 

PM Modi Aligarh Visit: ચૂંટણી પહેલા PM મોદીએ UP ને આપી મોટી ભેટ, રાજા મહેન્દ્ર સિંહ યુનિ.નો કર્યો શિલાન્યાસ

લખનઉ: આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ પહોંચ્યા. પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. અહીં તેમણે યુનિવર્સિટીના મોડલની સમીક્ષા કરી, કોરિડોરને લઈને અપાયેલી માહિતી પણ જાણી. પીએમ મોદીએ ત્યારબાદ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. 

— BJP (@BJP4India) September 14, 2021

સીએમ યોગીએ પીએમ મોદીનો માન્યો આભાર
આ કાર્યક્રમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંબોધિત કર્યો. યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે. આવા સમયે ભારતમાં જીવન અને જીવિકા બચાવવા માટે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયા માટે એક મિસાલ બન્યું છે. 

યુપી સીએમએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં યુપીમાં રોકાણ વધ્યું છે. અમે 1.61 કરોડ યુવાઓને રોજગાર આપ્યો છે. પીએમ મોદીએ ડિફેન્સ કોરિડોરનું વચન આપ્યું હતું. જે હેઠળ અલીગઢ નોડ પર આજથી કામ શરૂ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર યુનિવર્સિટી બની રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. જેનાથી સમાજના દરેક તબક્કા માટે કામ થઈ રહ્યું છે. 

મહત્વનો છે આ પ્રવાસ
પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણીની અને રાજકીય રીતે ખુબ મહત્વનો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટીના શિલાન્યાસ દ્વારા ભાજપની નજર પશ્ચિમી યુપીના જાટ મતદારો પર છે. 

કોણ હતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ હાથરસના રાજા હતા. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જાટ સમુદાયના હોવાના કારણે પશ્ચિમી યુપીમાં તેમનું ખુબ સન્માન છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે ભારતની સ્વતંત્રતા માટે 20થી 25 દેશોમાં આઝાદીની અલખ જગાવવા માટે મુસાફરી કરી હતી. 31 વર્િષ 8 મહિના તેઓ વિદેશમાં રહ્યા અને 1946માં ભારત પાછા ફર્યા. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે બુલંદશહેરથી લઈને અલીગઢ, હાથરસ અને વૃંદાવનમાં પોતાની સંપત્તિનો 60-70 ટકા હિસ્સો શિક્ષણ સંસ્થાઓને દાન કર્યો. એટલે સુધી કે તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પણ જમીન દાન કરી હતી. જો કે ઈતિહાસમાં તેમના દ્વારા કરાયેલા કામોને દબાવી દેવાયા. અલીગઢ યુનિવર્સિટી માટે તેમણે અઢી એકર જમીન આપી હતી. પરંતુ AMU માં તેમના નામ પર કશું નથી. 

92 એકરમાં બનશે વિશ્વ વિદ્યાલય
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય 92 એકરમાં બનશે. તેને બનાવવા માટે લગભગ 101 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અલીગઢ, કાસગંજ, હાથરસ અને એટાની 395 કોલેજને આ યુનિવર્સિટી સાથે જોડવામાં આવશે. આ યુનિવર્સિટી બન્યા બાદ અલીગઢ મંડલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હાયર એજ્યુકેશનનો ફાયદો મળશે. 

ડિફેન્સ કોરિડોરનો શું થશે ફાયદો?
યુપીમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરનો એક ભાગ અલીગઢમાં પણ હશે, જેનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો. અહીં બનનારા ડિફેન્સ કોરિડોરમાં દેશની સુરક્ષા જરૂરિયાતો પૂરી કરનારા હથિયારોનું નિર્માણ થશે. અલીગઢમાં નાના હથિયાર, ડ્રોન, વાયુસેનાના ઉપયોગમાં આવતા પાર્ટ્સ, અને એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવામાં આવશે. અહીં 19 કંપનીઓ 1245 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ડિફેન્સ કોરિડોર બનવાથી પશ્ચિમ યુપીના યુવાઓ માટે  રોજગારીના નવા રસ્તા ખુલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news