રાજપથ હવે ઈતિહાસ, કર્તવ્ય પથનું ઉદ્ઘાટન, ગુલામીની વધુ એક ઓળખથી મુક્તિઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. પીએમ મોદીએ સૌથી પહેલા નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. એક દિવસ પહેલા નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 
 

રાજપથ હવે ઈતિહાસ, કર્તવ્ય પથનું ઉદ્ઘાટન, ગુલામીની વધુ એક ઓળખથી મુક્તિઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ભારત માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. દિલ્હીમાં આજથી રાજપથ કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. કર્તવ્ય પથના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલીવુડ હસ્તીઓ, અનેક જાણીતા લોકો, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણી હસ્તિઓ પહોંચી છે. 

Live Updates

ગુલામીનું પ્રતીક હતું રાજપથઃ પીએમ મોદી
આપણે સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું છે. તેનો રસ્તો કર્તવ્યપથથી થઈને જાય છે. આ સર્વકાલિક આદર્શનો જીવંત માર્ગ છે. હવે અહીં દેશના લોકો આવશે અને નેતાજીની પ્રતિમા, નેશનલ વોર મેમોરિયલ જોશે તો તેના કર્તવ્યબોધથી ઓતપ્રોત થશે. આ સ્થાન પર દેશની સરકાર કામ કરી રહી છે. તમે કલ્પના કરો કે દેશે જેને દેશની સેવા કરવાની જવાબદારી સોંપી હોય. તેને દેશનો સેવક હોવાનો અનુભવ કઈ રીતે કરાવત. જ્યારે પથ જ રાજપથ હોય તો લોકોને અનુભવ કેવો થાય. રાજપથ બ્રિટિશ રાજ માટે હતું. તેની રચના પણ ગુલામીનું પ્રતીક હતી. આજે તેની સંરચના બદલી ગઈ અને આત્મા પણ બદલાય ગઈ. હવે દેશના સાંસદ, મંત્રી અને અધિકારી આ પથ પરથી પસાર થશે તો દેશની પ્રત્યે કર્તવ્યનો બોધ થશે. 

નેતાજી હતા અખંડ ભારતના પહેલા પ્રધાનઃ પીએમ મોદી
નેતાજી સુભાષ અખંડ ભારતના પહેલા પ્રધાન હતા, જેમણે 1947થી પહેલા અંડમાનને આઝાદ કરી ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. જ્યારે આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરા થવા પર મને લાલકિલા પર તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું. અમારી સરકારના પ્રયાસથી લાલકિલ્લામાં નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલું મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું. જ્યારે 2019માં ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફોજના સિપાહીઓએ ભાગ લીધો હતો, તે ક્ષણને ભૂલાવી શકાય નહીંઃ પીએમ મોદી

— ANI (@ANI) September 8, 2022

આ ન તો શરૂઆત છે અને ન અંતઃ પીએમ મોદી
જે દ્વીપોના નામ અંગ્રેજી શાસકોના નામ પર હતા અમે તે નામ બદલીને તેને ભારતીય ઓળખ આપી. અમે પાંચ પ્રણોનું વિઝન રાખ્યું છે. આ પંચ પ્રણોમાં કર્તવ્યોની પ્રેરણા છે. તેમાં ગુલામીની માનસિકતાની ત્યાગનું આહ્વાન છે. પોતાના વારસા પર ગર્વની અનુભૂતિ છે. આજે ભારતના સંકલ્પ પોતાના છે, લક્ષ્ય પોતાનું છે. આજે પથ આપણા છે અને પ્રતીક આપણા છે. આજે જો રાજપથનું અસ્તિત્વ સમાપ્ત થઈને કર્તવ્ય પથ બન્યું છે. આજે જો જોર્જ પંચમનું નિશાન હટાવી નેતાજીની મૂર્તિ લાગી છે તો આ ગુલામીની માનસિકતાની ત્યાગનું પ્રથમ ઉદાહરણ નથી. આ તો ન શરૂઆત છે અને ન અંત છે. 

પીએમ મોદીનું સંબોધન
નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ- આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહેલા બધા લોકોનો અભિનંદન આપુ છું. આજે ગઈકાલને છોડી આવનારી તસવીરમાં નવા રંગ ભરાઈ રહ્યાં છે. 

પ્રધાનમંત્રી મોદીએ કર્યું કર્તવ્ય પથનું લોકાર્પણ
 

— ANI (@ANI) September 8, 2022

કરોડો ભારતીયોના અમૃતકાળનું સપનું સાકાર કરવા માટે ખુલી રહ્યો છે ભવ્ય પથઃ હરદીપ પુરી
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે આપણે આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. આપણે એકતા સાથે રહેવાનું છે અને દરેક નાગરિકોએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. હરદીપ સિંહ પુરીએ કર્તવ્ય પથને લઈને કહ્યુ કે, આજે એવું લાગી રહ્યું છે કે 130 કરોડ ભારતીયોના અમૃતકાળનું સપનું સાકાર કરવાનો ભવ્ય પથ આપણી સામે ખુલી રહ્યો છે. 

ગણતંત્ર દિવસ પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટામાં કામ કરનારા વર્કરોને આમંત્રણ
નેતાજીની પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદીએ શ્રમજીવીઓને કહ્યું કે તે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટાના પુનર્વિકાસ પરિયોજના પર કામ કરનાર બધા લોકોને આમંત્રિત કરશે. 
 

PM Modi told 'Shramjeevis' that he will invite all of them who worked on the redevelopment project of Central Vista for the 26th January Republic Day parade pic.twitter.com/O4eNAmK7x9

— ANI (@ANI) September 8, 2022

સેન્ટ્રલ વિસ્તાની ગેલેરી
અહીં એક ગેલેરી બનાવવામાં આવી છે જેમાં સેન્ટ્રલ વિસ્ટા અને આ જગ્યાના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવી છે. ખાસ વાત છે કે કર્તવ્ય પથની આસપાસ બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

બે વર્ષમાં તૈયાર થયો સેન્ટ્રલ વિસ્ટા
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 20 હજાર કરોડ રૂપિયા છે. 10 સપ્ટેમ્બર 2020ના તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે હેઠળ નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ પણ સામેલ છે. નવા સંસદ ભગનના ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. 

પીએમ મોદીએ 28 ફુટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
પીએમ નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર પહોંચીને સૌ પ્રથમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા 28 ફુટ ઉંચી છે. તેનું વજન 65 મેટ્રિક ટન છે. તેને મૂર્તિકાર અરૂણ યોગીરાજે તૈયાર કરી છે. તેને એક ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. 

— ANI (@ANI) September 8, 2022

102 વર્ષમાં ત્રીજીવાર બદલાયું નામ
102 વર્ષમાં ત્રીજીવાર રાજપથનું નામ બદલવામાં આવ્યું છે. બ્રિટિશ શાસનમાં તે રોડનું નામ કિંગ્સવે હતું. આઝાદી બાદ તેનું નામ બદલીને રાજપથ કરી દેવામાં આવ્યું હતું, જે કિંગ્સવેનું હિન્દી ટ્રાન્સલેશન છે. હવે તેનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે. 

'કર્તવ્ય પથ' નવા રંગ સ્વરૂપમાં દેખાશે
'કર્તવ્ય પથ' હવે નવા રંગ સ્વરૂપમાં દેખાશે. 'કર્તવ્ય પથ'ની આસપાસ લગભગ 15.5 કિમીનો વોકવે લાલ ગ્રેનાઈટથી બનેલો છે. તેની બાજુમાં લગભગ 19 એકરમાં એક કેનાલ પણ છે. તેના પર 16 પુલ બનાવવામાં આવ્યા છે. ફૂડ સ્ટોલની સાથે બંને બાજુ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં લગભગ 3.90 લાખ ચોરસ મીટરની હરિયાળી પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાહદારીઓ માટે નવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે. સાંજના સમયે વિસ્તારને પ્રકાશિત કરવા માટે આધુનિક લાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શુક્રવારથી સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news