પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી
Trending Photos
- ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં કીમમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરે 15 લોકોને કચડ્યા હતા. મોડી રાત્રે બનેલો આ અકસ્માત (Surat Accident) એટલો ગંભીર હતો કે, રાતમાં મજૂરોની મરણચીસ અંધારામાં કોઈએ સાંભળી ન હતી. અકસ્માતમાં એક બાળક સહિત કુલ 15 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી (narendra modi) એ સુરત (accident) માં ટ્રક અકસ્માતને કારણે મજૂરોના કરૂણ મોત નીપજ્યા તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના. તો સાથે જ પીએમ મોદી (PMO) એ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવેદના વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી છે.
મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી છે. પીએમઓ દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય કરવામાં આવશે. તો સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સહાય જાહેર કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જીવ ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારજનોને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો : માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર 15 મજૂરો પર ફરી વળ્યું, રુંવાડા ઉભા કરી દેવા અકસ્માતનો દ્રશ્યો
राजस्थान के जालौर में हुए बस हादसे की खबर से अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं उनके परिवार वालों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 17, 2021
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના નાના ગામડાના શ્રમજીવી પરિવારો સુરતના કીમમાં ઓવરબ્રિજનુ કામ ચાલતુ હતું ત્યા કામ કરતા હતા. રાજસ્થાનના આ મજૂર પરિવારો છેલ્લા એક મહિનાથી હાઈવે પાસેના ગટરના ઢાંકણા પાસે રહેતા હતા. આખો દિવસ મજૂરી કરીને મજૂરો રાત્રે અહી સૂતા હતા. ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ડેમ્બર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઇ મીઠી નીંદર માણી રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં 15 જેટલા શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા છે. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે.
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
— PMO India (@PMOIndia) January 19, 2021
ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મંગળ બન્યો અમંગળ : સુરતમાં મીઠી નિંદર માણી રહેલ શ્રમિકો પર ડમ્પર ફરી વળ્યું, બાળક સહિત 15ના મોત
મૃતકોના નામ
સફેશા ફ્યુચઇ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનીષા, ચધા બાલ, બે વર્ષની છોકરી, એક વર્ષનો છોકરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે