શપથ લીધા બાદ પીએમ મોદીની પહેલી ટ્વિટ, આપ્યો મહત્વનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પહેલી ટ્વિટ કરીને મહત્વનો સંદેશ આપ્યો. તેમણે મંત્રીમંડળના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યાં.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પહેલી ટ્વિટ કરીને મહત્વનો સંદેશ આપ્યો. તેમણે મંત્રીમંડળના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે મળી કામ કરતા રહીશું. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે ટીમમાં સારું કામ કરનારા સાંસદ છે. પીએમ મોદીએ કહ્યું કે "નવી ટીમ યુવા ઉર્જા અને પ્રશાસનિક અનુભવનું મિશ્રણ છે."
આ અગાઉ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીએ આજે સતત બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં એક ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. 24 કેબિનેટ મંત્રી સાથે કુલ 58 મંત્રીઓએ શપથ લીધા. લગભગ 2 કલાક ચાલેલા થપથ ગ્રહણ સમારોહમાં એનડીએના જીતના સૂત્રધાર રહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.
ખાસ કરીને જયશંકરને મંત્રીમંડળમાં સામેલ કરીને તથા કેબિનેટ મંત્રીનો દરજ્જો આપીને વડાપ્રધાન મોદીએ બધાને ચોંકાવી દીધા. જયશંકર ભારતીય વિદેશ સેવાના બીજા એવા અધિકારી છે જેમને મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. સરકારમાં સામેલ કરાયેલા હરદીપ સિંહ પુરી પણ ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી રહ્યાં છે. મોદીએ શપથગ્રહણ બાદ ટ્વિટમાં કહ્યું કે 'ભારત કી સેવા કર ગૌરવાન્વિત.'
Congratulations to all those who took oath today. This team is a blend of youthful energy and administrative experience. It has people who have excelled as Parliamentarians and those who have had distinguished professional careers.
Together, we will work for India’s progress. pic.twitter.com/NKQh61eYCh
— Narendra Modi (@narendramodi) May 30, 2019
મોદીના નવા મંત્રીમંડળના 24 કેબિનેટ મંત્રીઓમાં ભાજપના 20 તથા એનડીએના ઘટક શિવસેના, એલજેપી અને શિરોમણી અકાલી દળના એક એક સભ્ય છે. હજુ એ સ્પષ્ટ નથી કે જયશંકરે ભાજપની સદસ્યતા લીધી છે કે નહીં. મોદીની કેબિનેટમાં મુખ્તાર અબ્બાસ નકવી એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. નવી સરકારમાં જ્યાં ભાજપના અધ્યક્ષ શાહને સામેલ કરાયા છે ત્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, અને મહારાષ્ટ્રના પાર્ટી પ્રદેશ પ્રમુખ ક્રમશ: મહેન્દ્રનાથ પાંડે, નિત્યાનંદ રાય, અને રાવ સાહેબ દાન્વેને પણ સ્થાન અપાયું છે.
મોદીના મંત્રીમંડળની કેબિનેટમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, ડી વી સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમન, રામ વિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર, થાવરચંદ ગહેલોત, એસ.જયશંકર, રમેશ પોખરિયાલ નિશંક, અર્જૂન મુંડા, સ્મૃતિ ઈરાની, ડો.હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, ડો. મહેન્દ્રનાથ પાંડે, અરવિંદ સાવંત, ગિરિરાજ સિંહ અને ગજેન્દ્રસિંહ શેખાવતને સામેલ કરાયા છે.
જુઓ LIVE TV
આ સાથે જ નવ મંત્રીઓએ સ્વતંત્રપ્રભાર વાળા રાજ્યમંત્રીના પદના શપથ લીધા અને નવી સરકારમાં 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. રાજ્ય મંત્રીઓમાં રામદાસ આઠવલેનું નામ પણ સામેલ છે. જેઓ એનડીએના ઘટક આરપીઆઈ(એ)ના પ્રમુખ છે. ગત સરકારમાં પણ તેઓ સામેલ હતાં.
સરકારમાં પહેલીવાર સામેલ થનારામાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અરવિંદ સાવંત, અર્જૂન મુંડા, રમેશ પોખરિયાલ નિશંક, રત્નલાલ કટારિયા, રામેશ્વર તેલી, કૈલાશ ચૌધરી, નિત્યાનંદ રાય, પ્રતાપચંદ્ર સારંગી, ડી મુરલીધર, સોમ પ્રકાશ, રેણુકા સિંહ, દેબાશ્રી ચૌધરી, કિશન રેડ્ડી, રાવ સાહેબ દાનવે, સંજય ધોત્રે વગેરે સામેલ છે. અનુરાગ સિંહ ઠાકુર મોદી સરકારમાં પહેલીવાર સામેલ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે