PM Modi jacket: પ્લાસ્ટિકમાંથી બનેલું છે પીએમ મોદીનું આ ખાસમખાસ જેકેટ, કિંમત જાણી છક થશો

PM Narendra Modi seen in special jacket made by plastic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. બપોરે 3 વાગે લોકસભામાં તેઓ સંબોધન કરે તેવી શક્યતા છે. આ અગાઉ તેઓ સંસદમાં એક ખાસ પ્રકારના જેકેટમાં જોવા મળ્યા. 

PM Modi jacket: પ્લાસ્ટિકમાંથી બનેલું છે પીએમ મોદીનું આ ખાસમખાસ જેકેટ, કિંમત જાણી છક થશો

PM Narendra Modi seen in special jacket made by plastic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. બપોરે 3 વાગે લોકસભામાં તેઓ સંબોધન કરે તેવી શક્યતા છે. આ અગાઉ તેઓ સંસદમાં એક ખાસ પ્રકારના જેકેટમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રીનું આ જેકેટ કપડાંથી નહીં પરંતુ પ્લાસ્ટિકની બોટલોની રિસાઈકલિંગ કરાયેલી સામગ્રીથી બનેલું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ  ખાસ જેકેટ સોમવારે બેંગ્લુરુમાં આયોજિત ઈન્ડિયા એર્જી વીક દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેમને ભેટ કરાયું. તેને પીઈટી (PET) બોટલોથી બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયા એનર્જી વીકનો હેતુ ઉર્જાના પરિવર્તનકાળમાં મહાશક્તિ સ્વરૂપમાં ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનું હતું. 

કઈ રીતે બન્યું પીએમ મોદીનું આ જેકેટ
તમિલનાડુની કરુરની કંપની શ્રી રેંગા પોલીમર્સે પીએમ મોદીના આ જેકેટના કપડાને તૈયાર કર્યું છે. કંપનીએ ઈન્ડિયન ઓઈલને PET બોટલથી બનેલા 9 અલગ અલગ રંગના કપડાં મોકલ્યા હતા. જેમાંથી પીએમ મોદી માટે ચંદનના રંગનું કપડું પસંદ કરાયું. ત્યારબાદ આ કપડાને ગુજરાતમાં પીએમ મોદીના ટેલર પાસે મોકલવામાં આવ્યું અને તેમણે પછી આ જેકેટને તૈયાર કર્યું. 

We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y

— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023

જેકેટની કિંમત
કેટલી બોટલથી તૈયાર થાય છે આ જેકેટઆ પ્રકારના એક જેકેટને બનાવવામાં 15 બોટલની જરૂર પડે છે. બીજી બાજુ ફૂલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ 28 બોટલની જરૂર પડે છે. તેને રંગવામાં પાણીનો ઉપયોગ થતો નથી. સૌથી પહેલા ફાઈબર તૈયાર કરાય ચે અને ત્યારબાદ તેને ફેબ્રિકમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે પોષાક બને છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા જેકેટની બજારમાં કિંમત માત્ર 2000 રૂપિયા છે. 

10 કરોડથી વધુ બોટલ થશે રિસાઈકલ
ઈન્ડિયન ઓઈલના કર્મચારીઓ અને સશસ્ત્ર દળો માટે કપડું બનાવવા 10 કરોડથી વધુ પીઈટી બોટલોને રિસાઈકલ કરવામાં આવશે. હાલમાં જ સરકારે 19,700 કરોડ રૂપિયાના પરિવ્યય સાથે રાષ્ટ્રીય હરિત હાઈડ્રોજન મિશન(National Green Hydrogen Mission) શરૂ કર્યું છે. જે અર્થવ્યવસ્થાને વધારવા, કાર્બનને ઓછું કરવા, ફોસિલ ફ્યૂલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા અને દેશને આ ક્ષેત્રમાં ટેક્નોલોજી અને બજારનું નેતૃત્વ અપનાવવામાં મદદ કરશે. 

આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉર્જા પરિવર્તન અને શુદ્ધ શૂન્ય હેતુઓને પ્રાપ્ત કરવા માટે 35000 કરોડ રૂપિયાના પરિવ્યય પ્રદાન કર્યું અે સરકારની 7 પ્રાથમિકતાઓમાં ગ્રીન ડેવલપમેન્ટને સામેલ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news