PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યાં બાદથી ખાતાધારકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પીએમસી બેંકના એક ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું.
Trending Photos
મુંબઈ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યાં બાદથી ખાતાધારકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પીએમસી બેંકના એક ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું.
સંજય ગુલાટીના પીએમસી બેંકમાં કુલ ચાર એકાઉન્ટ હતાં. આ ચાર એકાઉન્ટમાં લગભગ 80 લાખ જેટલા રૂપિયા જમા હતાં. આ કૌભાંડ સામે આવતા આરબીઆઈ દ્વારા પીએમસી બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી તેઓ પરેશાન હતાં. સંજય ગુલાટીએ સોમવારે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શન કોર્ટની બહાર થયું હતું જ્યાં પીએમસી બેન્ક કૌભાંડના આરોપીઓની પેશી થવાની હતી. પ્રદર્શન બાદ તેઓ ઘરે પાછા ફર્યા અને મોડી રાતે તેમનું હાર્ટ એટેકથી મોત થયું.
સંજય ગુલાટીના સંબંધી રાજેશ દુઆએ જણાવ્યું કે સંજય ખુબ પરેશાન હતાં. પીએમસી બેંકમાં તેમના ચાર એકાઉન્ટમાં કુલ મળીને 80 લાખ રૂપિયા જમા હતાં. તેઓ પૈસા ન કાઢી શકવાના કારણે પરેશાન હતાં. તેમનો પુત્ર સ્પેશિયલ ચાઈલ્ડ હતો જેની સારવાર ચાલુ હતી.
જુઓ LIVE TV
આરબીઆઈએ લગાવ્યાં છે પ્રતિબંધો
અત્રે જણાવવાનું કે પીએમસી બેંકમાં નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યાં બાદ આરબીઆઈએ આ બેંકના ગ્રાહકો માટે પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવાની સાથે સાથે બેંક ઉપર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યાં.
સોમવારે 14 ઓક્ટોબરના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાંથી છ મહિનામાં પૈસા ઉપાડવાની સમયમર્યાદા વધારીને 40 હજાર રૂપિયા કરી હતી. પહેલા આ સમય મર્યાદા 25000 રૂપિયા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે