રાહુલના પ્રવાસ પહેલા વધુ એક MAL નું રાજીનામુ, પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પર સંકટ

જોન કુમાર જલદી ભાજપમાં (BJP) સામેલ થઈ શકે છે. આ પહેલા કોંગ્રેસ ધારાસભ્ય મલ્લદી કૃષ્ણ રાવ, નમિચીવમ અને થિપિનદાન પોતાનું રાજીનામુ આપી ચુક્યા છે. 

રાહુલના પ્રવાસ પહેલા વધુ એક MAL નું રાજીનામુ, પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પર સંકટ

પુડુચેરીઃ પુડુચેરીમાં કોંગ્રેસ (congress) ગઠબંધનની સરકાર પર સંકટના વાદળો છવાયા છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે. કામરાજ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય એ જોન કુમાર (A. John Kumar) એ સ્પીકર વી શિવકોલન્થુને પોતાનું રાજીનામુ આપી દીધુ છે. જાણવા મળી રહ્યું છે કે જોન કુમાર જલદી ભાજપમાં (BJP) સામેલ થઈ શકે છે. આ પહેલા કોંગ્રેસ ધારાસભ્ય મલ્લદી કૃષ્ણ રાવ, નમિચીવમ અને થિપિનદાન પોતાનું રાજીનામુ આપી ચુક્યા છે. ચાર કોંગ્રેસી ધારાસભ્યના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામી સરકાર પર સંકટના વાદળો છવાયા છે. 

નારાયણસામીએ કહ્યુ, સાબિત કરીશું બહુમત
તો પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામી (Chief Minister Narayanasamy) નું કહેવુ છે કે અમે બહુમત સાબિત કરીશું. આ બાબતે સમાજ કલ્યાણ મંત્રી કંધાસામીએ કહ્યુ કે, કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકાર માટે કોઈ સમસ્યા નથી, કારણ કે ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેથી સીએમ નારાયણસામીએ સરકારને ભંગ કરવા માટે કેબિનેટની બેઠક બોલાવી છે. તો પુડુચેરી ભાજપના સહ પ્રભારી રાજીવ ચંદ્રશેખરે કહ્યુ કે, મોટા ભાગના કોંગ્રેસીઓ માટે તે સ્પષ્ટ થઈ ગયુ છે કે તે એક એવી પાર્ટી છે, જેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર, જૂઠ, પાખંડ અને વારસાની રાજનીતિ છે, કોંગ્રેસના લોકોને સમજાય ગયું કે, ભારતની જનતા હવે કોંગ્રેસની સાથે નથી. 

જાણો પુડુચેરી વિધાનસભામાં સીટોનું સમીકરણ
30 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 2016ની ચૂંટણીમાં 15 સીટો જીતી હતી. કોંગ્રેસને ત્રણ ડીએમકે અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું, પરંતુ હવે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 10 થઈ ગઈ છે. ચાર ધારાસભ્ય રાજીનામુ આપી ચુક્યા છે, જ્યારે એકને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાને કારણે બહાર કરી દેવામાં આવ્યા છે. તો 2016 વિધાનસભા ચૂંટણીમાં એઆઈએનઆરસીને સાત સીટો, જ્યારે એઆઈડીએમકેને ચાર સીટો મળી હતી. ગૃહમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નોમિનેટ સભ્ય છે. પુ઼ડુચેરીમાં તમિલનાડુની સાથે ચૂંટણી યોજાવાની છે, જેની તારીખોની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news